1 મેના અપડેટ : વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 308 પર પહોંચી ગયો

કોરોનાના કેસ મામલે વડોદરા શહેર રાજ્યમાં ત્રીજા ક્રમે છે. વડોદરામાં પણ કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ મુજબ, વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે. ગઈકાલે આ આંકડો 289 નો હતો. ચોવીસ કલાકમાં વડોદરા (vadodara) માં નવા 19 કેસનો વધારો થયો છે. આજે વડોદરામાં કોરોનાના વધુ 19 કેસ પોઝિટિવ કેસ સામે આવયા છે. તો આજે વધુ 3 લોકોના મોત થયા છે. 82 વર્ષના વૃદ્ધ, 54 વર્ષના કલ્પના મસ્કે અને 67 વર્ષના હનીફ રંગરેજનું કોરોનાથી મોત નિપજ્યું છે. અત્યાર સુધી શહેરમાં કુલ 24 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. 
1 મેના અપડેટ : વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 308 પર પહોંચી ગયો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના કેસ મામલે વડોદરા શહેર રાજ્યમાં ત્રીજા ક્રમે છે. વડોદરામાં પણ કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આજના લેટેસ્ટ અપડેટ મુજબ, વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંકડો 308 પર પહોંચી ગયો છે. ગઈકાલે આ આંકડો 289 નો હતો. ચોવીસ કલાકમાં વડોદરા (vadodara) માં નવા 19 કેસનો વધારો થયો છે. આજે વડોદરામાં કોરોનાના વધુ 19 કેસ પોઝિટિવ કેસ સામે આવયા છે. તો આજે વધુ 3 લોકોના મોત થયા છે. 82 વર્ષના વૃદ્ધ, 54 વર્ષના કલ્પના મસ્કે અને 67 વર્ષના હનીફ રંગરેજનું કોરોનાથી મોત નિપજ્યું છે. અત્યાર સુધી શહેરમાં કુલ 24 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. 

આજે કુલ 3 મોત થયા 

વડોદરામાં કોરોનાથી આજે ત્રણ દર્દીના મોત નિપજ્યા છે. નાગરવાડાના સૈયદપુરામાં રહેતા 82 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. તો 54 વર્ષના કલ્પના મસ્કે અને 67 વર્ષના હનીફ રંગરેજનું કોરોનાથી મોત નિપજ્યું છે. આજના દિવસે 3 દર્દીના કોરોનાથી મોત થયા છે. 

1 મેના અપડેટ : કોરોનાના કેસ મામલે બીજા નંબરે આવેલા સુરતમાં કુલ કેસ 644 થયા  

પાસ મેળવવા મોટી સંખ્યામાં લોકો કચેરી પર પહોંચ્યા
વડોદરામાં લોકડાઉનમાં પાસ મેળવવા મામલતદાર કચેરી પર આજે ભારે ભીડ જોવા મળી હતી. રાવપુરા વિસ્તારમાં આવેલી મામલતદાર બિનખેતીની કચેરીમાં ભીડને કારણએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. અન્ય જિલ્લા કે રાજ્યમાં જવા માટે મોટી સંખ્યામાં લોકો પાસ મેળવવા આવ્યા હતા. લોકોના ટોળાં વળતા કોરોના ફેલાવવાનો ભય ફેલાયો હતો.

રાજ્યમાં ફસાયેલા અન્ય રાજ્યોના લોકોની મદદ
વડોદરામાં પરપ્રાંતીયો ફસાવવાનો મામલામાં મોટા અપડેટ આવ્યા છે. વડોદરા કલેકટરે જિલ્લા અને તાલુકા નોડલ અધિકારીની નિમણૂંક કરી છે. જિલ્લા નોડલ અધિકારી તરીકે ડેપ્યુટી કલેકટર આર પી જોશીની નિમણૂંક કરાઈ છે. વડોદરામાં તંત્રએ 9 ચેક પોસ્ટ બનાવી ચેકપોસ્ટ પર પોલીસ, રેવન્યુ અને આરોગ્યની ટીમ તૈનાત રહેશે. મજૂરો, શ્રમિકો, પરપ્રાંતીયો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ ઈ-પાસ મેળવી પોતાના વતનમાં જઈ શકશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઈ-પાસ મેળવવાનો રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news