કોરાના દર્દીઓમાં વધારો જામનગરનુ આરોગ્ય વિભાગ ચિંતામા મૂકાયુ, વધુ 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ

જામનગર (Jamnagar) શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે સરકારી હોસ્પિટલમાં કોરોનાની મળતી સારવાર બાદ હવે મહાનગરપાલિકા અને જામનગરના જાણીતા 8 ખાનગી તબીબો વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. એમઓયુના ભાગરૂપે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલ (Covid hospital) માં પણ કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અંગેના ભાવો પણ નક્કી કરવામાં આવ્યા છે જે ખુબ મહત્વની બાબત છે.
કોરાના દર્દીઓમાં વધારો જામનગરનુ આરોગ્ય વિભાગ ચિંતામા મૂકાયુ, વધુ 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ

મુસ્તાક દલ/જામનગર :જામનગર (Jamnagar) શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે સરકારી હોસ્પિટલમાં કોરોનાની મળતી સારવાર બાદ હવે મહાનગરપાલિકા અને જામનગરના જાણીતા 8 ખાનગી તબીબો વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. એમઓયુના ભાગરૂપે જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલ (Covid hospital) માં પણ કોરોનાની સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર અંગેના ભાવો પણ નક્કી કરવામાં આવ્યા છે જે ખુબ મહત્વની બાબત છે.

ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીએ શિષ્ય સાથે સેક્સલીલા માણ્યાના સણસણતા આક્ષેપોથી વડતાલ સંપ્રદાય સમસમી ઉઠ્યું

જામનગરમાં અત્યાર સુધી કોરોનાની સારવાર સરકારી કોવિડ-19 જીજી હોસ્પિટલમાં જ આપવામાં આવતી હતી. પરંતુ જામનગર શહેરમાં જે રીતે હવે અનલોક-2 માં કોરોના પોઝિટિવની સંખ્યામાં જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ક્યાંકને ક્યાંક જામનગરનુ આરોગ્ય વિભાગ પણ ચિંતામા મૂકાયુ છે. આવા સમયે ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની થોડા સમય પહેલા જામનગર વહિવટી તંત્રની બેઠકમાં નક્કી થયા મુજબ જામનગરમાં પણ કોરોનાની સારવાર સાથેની સુવિધાઓવાળી ખાનગી હોસ્પિટલ તાબડતોબ શરૂ કરવાની લીલી ઝંડી આપતાની સાથે જ મનપા હરકતમાં આવ્યું છે. ખાનગી તબીબો સાથે બેઠક કરી જામનગરમાં હવેથી ખાનગી હોસ્પિટલોમા કોરોના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે રાજકોટ પોલીસે વધુ બે મુન્નાભાઈ MBBSને ઝડપ્યા

કોરોના પોઝિટિવ દર્દીઓ એસિપ્ટોમેટીક અથવા માઈલ્ડ સિમ્પટમ્સ ધરાવતા હોય તેવા કિસ્સામાં કોરોના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી શકે તે માટે હાલ બે હોસ્પિટલ શરૂ થઇ છે. જેમાં ક્રિટીસર્ચ હોસ્પિટલ દ્વારા હોમ આઇસોલેશન થયેલ દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. તો સાથે સાથે નવા શરુ કરવામા આવેલ વિનસ કોવિડ કેર સેન્ટરમા 20 ઓક્સિજન સાથેના અને 20 ઓક્સિજન વિનાના બેડની ખાસ સુવિધા કોરોના દર્દીઓ માટે કરવામાં આવી છે. તેમજ જામનગરના ખૂબ જાણીતા અને અનુભવી 8 જેટલા તબીબો દ્વારા કોરોનાની ઉત્તમ સારવાર મનપા દ્વારા નક્કી કરવામા આવેલા ભાવો પ્રમાણે આપવામાં આવી રહી છે. ખાસ કરીને સરકારી જીજી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાની સંખ્યામાં વધારો થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ હવે સરકારી હોસ્પિટલમાં થોડી રાહત થશે. 

રાજદ્રોહ કેસમાં જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં હાર્દિક પટેલે અરજી કરી

મનપા દ્વારા સામાન્ય નાગરિકો માટે 2 ખાનગી હોસ્પિટલની યાદી જાહેર કરાઈ છે. મનપા દ્વારા કોરોનાની સારવાર અંગેના ભાવો પણ નક્કી કરાયા છે. હોમ આઇસોલેશન અને હોસ્પિટલમાં સારવાર બંને સેવાઓ ઉપલબ્ધ બની રહેશે. આમ, હવે કોરોનાના દર્દીઓ હવે ખાનગી હોસ્પિટલની સારવાર લઇ શકશે. જામનગરના નામાંકિત ખાનગી તબીબો દ્વારા કોરોનાની સારવાર અપાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news