‘મારો પતિ નિર્દોષ છે...’ આંખમાં આસું સાથે બોલી પેપરલીક કૌભાંડીની પત્ની

પતિ વિશે વાત કરતા સમયે તેની પત્ની દિવ્યાબા સોલંકી અત્યંત ભાવુક થઈ ગઈ હતી. તેણે પોતાનો પતિ નિર્દોષ છે અને ફસાવ્યા હોવાની વાત કરી હતી. આટલું કહેતા જ યશપાલની પત્ની ભાવુક થઈ હતી અને તેની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા.

‘મારો પતિ નિર્દોષ છે...’ આંખમાં આસું સાથે બોલી પેપરલીક કૌભાંડીની પત્ની

વડોદરા/ગુજરાત : પેપરલીક કાંડ મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં વડોદરાના મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વર્કર તરીકે કામ કરા યશપાલસિંહ સોલંકીનું નામ પણ ખૂલ્યું છે. ત્યારે, પંચમહાલમા આવેલા તેના ઘરની મુલાકાત દરમિયાન તેની પત્નીએ તેનો પતિ નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. 

પતિ વિશે વાત કરતા સમયે તેની પત્ની દિવ્યાબા સોલંકી અત્યંત ભાવુક થઈ ગઈ હતી. તેણે પોતાનો પતિ નિર્દોષ છે અને ફસાવ્યા હોવાની વાત કરી હતી. આટલું કહેતા જ યશપાલની પત્ની ભાવુક થઈ હતી અને તેની આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા. સાથે જ પોતાનો પતિ સહી સલામત રીતે ઘરે આવે ઈચ્છા વ્યક્ત કરી. તેની પત્નીએ આ કૌભાંડમાં મોટુ માથું હોવાનું જણાવ્યું હતું.

યશપાલની પત્નીએ એમ પણ કહ્યું હતું કે, અમારી પાસે દિલ્હી જવા જેટલા રૂપિયા નથી. તેથી તેને કોઈએ ફસાવ્યો છે. મારો પતિ નિર્દોષ છે. તે છેલ્લા બે વર્ષથી વડોદરા કોર્પોરેશનમાં કામ કરતો હતો. પંદર દિવસ પહેલા જ મારી તેમના સાથે વાત થઈ હતી. આ કૌભાંડ પાછળ મોટા માથા છે. તેઓ ઘરે સહીસલામત ઘરે આવે તેવી મારી ઈચ્છા છે. 

તો બીજી તરફ, યશપાલસિંહનું છાપરી મુવાડાના લોકોએ પણ યશપાલ પર લગાવેલા આરોપને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, યશપાલસિંહને કોઈ મોટા માથાએ ફસાવ્યો છે. યશપાલ પાસે તો દિલ્હી જવા જેટલા પણ રૂપિયા નથી. તેમજ તેના જીવનો જોખમ હાવાની વાત પણ ગામજનોએ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news