અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ, તરૂણ સાથે બસમાં આવેલા 27 મુસાફરોની તપાસ શરૂ

અમરેલી જિલ્લીમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. જિલ્લાના બગસરા શહેરમાં 11 વર્ષના તરૂણને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલેક્ટર આયુષ ઓક (Aayush Oak)એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. સુરતથી આવેલા 11 વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ શરૂ થઈ ગઈ છે.

અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ, તરૂણ સાથે બસમાં આવેલા 27 મુસાફરોની તપાસ શરૂ

કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લીમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. જિલ્લાના બગસરા શહેરમાં 11 વર્ષના તરૂણને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલેક્ટર આયુષ ઓક (Aayush Oak)એ પણ આ વાતની પુષ્ટિ કરી છે. સુરતથી આવેલા 11 વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની તપાસ શરૂ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આ કિશોર 13મી મેના રોજ સુરતથી બગસરા બસમાં આવ્યો હતો. હવે આ બસમાં તેની સાથે મુસાફરી કરી રહેલા 27 મુસાફરોની તંત્ર દ્વારા તપાસ શરૂ થઈ છે. બગસરા હોસ્પિટલ રોડ પર  કિશોરના વિસ્તારમાં તંત્ર પહોંચ્યું છે. બગસરાનો હોસ્પિટલ રોડ સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ થઈ છે. 

અત્રે જણાવવાનું કે અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ જોવા મળ્યો છે. પહેલો કેસ અમરેલીના ટીમ્બલાના વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે બીજો કેસ બગસરાના 11 વર્ષના તરૂણનો આવ્યો છે. બે દિવસ પહેલા જ સુરતથી આવેલા તરૂણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકદમ સતર્ક થઈ ગયું છે. 

જુઓ LIVE TV

અત્યાર સુધીમાં રાજ્યમાં 10989 કોરોના કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 8144 કેસ નોંધાયા છે અને ત્યારબાદ સુરતમાં કોરોનાના વધુ કેસ છે. વડોદરામાં 639 કેસ નોંધાયા છે જ્યારે ત્યારબાદ ગાંધીનગરમાં 143 કેસ છે. ભાવનગરમાં 107 અને રાજકોટમાં 79 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news