ગાંધીનગર લોકસભા પરિણામ : લીડમાં તો અમિત શાહે અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો

ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. 

ગાંધીનગર લોકસભા પરિણામ : લીડમાં તો અમિત શાહે અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો

અમદાવાદ :ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. ત્યારે તેમના માટે આ સીટ જાળવવા કરતા લાલકૃષ્ણ અડવાણીની લીડ જાળવવી વધુ ચેલેન્જિંગ હતી. ત્યારે અમિત શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો છે. અમિત શાહને 894624 મતો જ્યારે સી જે ચાવડાને 337610 મતો મળ્યાં. અમિત શાહ 557014ની જંગી લીડથી ચૂંટણી જીતી ગયાં. 

જુઓ વિગતવાર પરિણામ...

Gujarat-Gandhinagar
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes    
1 AMIT SHAH Bharatiya Janata Party 889925 4699 894624 69.67    
2 Dr. C. J. CHAVDA Indian National Congress 334082 3528 337610 26.29    
3 JAYENDRA KARSHANBHAI RATHOD Bahujan Samaj Party 6335 65 6400 0.5    
4 CHANDRAPAL HASMUKH BAVJIBHAI Peoples Party of India (Democratic) 1434 4 1438 0.11    
5 NARENDRABHAI REVASHANKAR TRIVEDI Jan Satya Path Party 880 8 888 0.07    
6 PATEL AMARISH JASVANTLAL (C. A.) Hindusthan Nirman Dal 1718 23 1741 0.14    
7 BHOGILAL J. RATHOD (ADVOCATE) Bahujan Mukti Party 1470 20 1490 0.12    
8 MAKVANA PRAKASHBHAI BAHECHARJI (HITUBHA) Garvi Gujarat Party 1454 17 1471 0.11    
9 RAHUL CHIMANBHAI MEHTA Right to Recall Party 1089 8 1097 0.09    
10 Dr. N. T. SENGAL Bahujan Suraksha Dal 734 9 743 0.06    
11 KHODABHAI LALAJIBHAI DESAI Independent 687 8 695 0.05    
12 PATHAN FIROZKHAN SAEEDKHAN Independent 860 2 862 0.07    
13 MAKWANA ANILKUMAR SOMABHAI Independent 1686 5 1691 0.13    
14 MAHENDRABHAI SOMABHAI PATNI Independent 1557 2 1559 0.12    
15 RATHOD VALJIBHAI BECHARBHAI Independent 2661 3 2664 0.21    
16 VORA ALIMAHMAD RAJABHAI Independent 9006 2 9008 0.7    
17 SHEKH SHAHINBANU MOLANA MUSTAK Independent 5891 4 5895 0.46    
18 NOTA None of the Above 13984 230 14214 1.11    
  Total   1275453 8637 1284090      

અમિત શાહે ગત વર્ષનો અડવાણીનો રેકોર્ડ તોડ્યો
અમિત શાહે આ બેઠક પર 874325 મત મેળવ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ 330901 મત મેળવ્યા છે. તો 2014ની લોકસભા બેઠકના પરિણામ પર નજર કરીએ તો, ગાંધીનગર બેઠક પરથી એલ.કે.અડવાણી    કોંગ્રેસના કીરિટ પટેલ સામે 483,121 લીડથી જીત્યા હતા. તો 2009માં અડવાણી કોંગ્રેસના સુરેશ પટેલ સામે 31229 લીડથી જીત્યા હતા. એ પહેલા 2004માં કોંગ્રેસના ગાભાજી ઠાકોર સામે 298982 લીડથી જીત્યા હતા. જોકે, ગાંધીનગરની બેઠક પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ ગાંધીનગર પાટીદારોનો ગઢ પણ કહેવાય છે. ત્યારે પાટીદાર આંદોલન બાદ આ બેઠક પર લીડ કપાશે તેવી શક્યતાઓ હતી. પરંતુ ગાંધીનગરના લોકોએ જંગી લીડથી અમિત શાહને જીતાવ્યા છે. આ બેઠક પર અડવાણીને ભલે સાઈડટ્રેક કરાયા હોય, પણ અમિત શાહે તેમના કરતા પણ વધુ લીડથી ગાંધીનગરમાં ભાજપને જીત અપાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news