વડોદરા પોલીસનું ધરપકડ અભિયાન, કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

ગાંધીનગર વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવવાની હતી. ત્યારે આ કૂચમાં ભાગ લેવા માંગતા વડોદરા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે

વડોદરા પોલીસનું ધરપકડ અભિયાન, કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

રવિ અગ્રવાલ, વડોદરા: કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં આજે કોંગ્રેસ દેખાવો કરી રહ્યુ છે. ગાંધીનગર વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવવાની હતી. ત્યારે આ કૂચમાં ભાગ લેવા માંગતા વડોદરા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

વડોદરામાં પોલીસે ધરપકડ અભિયાન શરૂ કરાયું. ગાંધીનગર ખાતે કૃષિ બિલના વિરોધમાં નીકળનાર કૂચમાં વડોદરા કોંગ્રેસના કાર્યકરો જોડાવાના હતા. જો કે, કોંગ્રેસના કાર્યકરો આ કૂચમાં જોડાય તે પહેલા જ પોલીસે તમામ કોંગ્રેસ કાર્યકરો, હોદ્દેદારોને રાત્રે જ તેમના ઘરેથી ઉઠાવ્યા હતા. વડોદરા પોલીસે કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોની મોડી રાત્રે જ અટકાયત કરી છે. નિલેશ બ્રહ્મભટ્ટ, ઋત્વિજ જોશી સહિત અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. જેને પગલે કોંગ્રેસ કાર્યકરોએ પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે છે કે, વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ લોકો ગાંધીનગર ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા. જો કે, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી કૂચ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા જિલ્લા સ્તરે પણ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જેમાં મહેસાણા, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, પ્રાંતિજ સહિત અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોને અટકવવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક પોલીસ છાવણીમાં ફરેવાયું છે. કોંગ્રેસના કાર્યકરો સ્વર્ણિમ પાર્ક ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવાના હતા. ત્યારે સાંજે પાંચ કલાકે રાજ્યપાલને મળીને રજુઆત કરશે. ગાંધીનગર પોલીસના ડીવાયએસપી એમ કે રાણાએ ZEE 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ જે પ્રમાણે અહીં વર્તન કરશે તે પ્રમાણે પગલા ભરવામાં આવશે તેવી વાત કરી હતી. જો કે, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી કૂચ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની જિલ્લા સ્તરે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ત્યારે મહેસાણા, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, પ્રાંતિજ સહિત અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોને અટકવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news