મોટી સફળતા : આ આયુર્વેદિક દવાથી માત્ર એક અઠવાડિયામાં કોરોનાના દર્દી સાજા થઈ રહ્યાં છે

મોટી સફળતા : આ આયુર્વેદિક દવાથી માત્ર એક અઠવાડિયામાં કોરોનાના દર્દી સાજા થઈ રહ્યાં છે
  • ડો.શિશિર કુમાર મંડલે કહ્યું કે, ચિકિત્સીય રિસર્ચ કોવિડ ઉપચારમાં આયુર્વેદ ચિકિત્સાના પુરાવા છે.
  • એમિલ ફાર્માસ્યુટિકલની ફીફાટ્રોલ દવા પર ભોપાલ એમ્સના ડોક્ટર પણ રિસર્ચ કરી ચૂક્યા છે.
  • જેના બાદ તેઓએ આ દવાને આર્યુવેદિક એન્ટીબાયોટિકનું ઉપનામ આપ્યું છે

ઝી મીડિયા/બ્યૂરો :અખિલ ભારતીય આયુર્વેદિક સંસ્થાને એક રિપોર્ટમાં કહ્યું કે, કોરોનાની સારવાર આર્યુવેદિક દવાઓથી કરવામાં આવી શકાય છે. સરિતા બિહાર સ્થિત આર્યુવેદ સંસ્થાનના જનરલ ઓફ આર્યુવેદ કેસ રિપોર્ટમાં પ્રકાશિત એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે, કોરોના વાયરસની સારવારમાં આયુર્વેદિક દવાઓ કારગત સિદ્ધ થઈ રહી છે. 

રિપોર્ટમાં જણાવ્યું છે કે, આયુર્વેદિક એન્ટીબાયોટિક ફીફાટ્રોલે છ દિવસમાં કોરોના વાયરસને નેગેટિવ કરી દીધો. ફીફાટ્રોલની સાથે સાથે દર્દીના આયુષ ક્વાથ, શેષમણિ વટી અને લક્ષ્મીવિલાસા રસનું સેવન કરાવવામાં આવ્યું. 

રિપોર્ટ અનુસાર, એક 30 વર્ષીય સ્વાસ્થ્ય કર્મીને એક મહિના પહેલા ટાઈફોઈડ થયો હતો. તેના બાદ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા. એન્ટીજન તપાસમાં સંક્રમણની પુષ્ટિ થવાથી માત્ર બે દિવસની અંદર જ દર્દીન તાવ, માથાનો દુખાવો, શરીર દુખાવો, સ્વાદ ન આવવો અને સુગંધ ગુમાવવાના લક્ષણો મળ્યા હતો. તેને કારણે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

રિસર્ચ પેપરમાં રોગ નિદાન તેમજ વિકૃતિ વિજ્ઞાનના ડો.શિશિર કુમાર મંડલે કહ્યું કે, ચિકિત્સીય રિસર્ચ કોવિડ ઉપચારમાં આયુર્વેદ ચિકિત્સાના પુરાવા છે. ઉપરના દર્દીને સમગ્ર રીતે આયુર્વેદ ઉપચાર આપવામાં આવ્યો હતો. માત્ર છ દિવસમાં જ ન માત્ર દર્દી સાજા થઈ ગયા, પરંતુ તેમના માઈલ્ડથી મોડરેટ સ્થિતિમાં જતા પણ રોકવામાં આવ્યા. તેમનુ કહેવું છે કે, વધુમાં વધુ દર્દીઓ પર આ ઉપચારનું રિસર્ચ કરવામાં આવવું જોઈએ. 

તેમણે એમ પણ જણાવ્યું કે, પહેલા દિવસથી જ દર્દીને 500-500 એમજી ફીફાટ્રોલના બે ડોઝ રોજ આપવામાં આવ્યા હતા. સાથે જ આયુષ ક્વાથ, ચ્યવનપ્રાશ, શેષમણિ વટી અને લક્ષઅમીવિલાસાનું સેવન કરાવવામાં આવ્યું હતું. દર્દી છ દિવસમાં જ સાજો થઈ ગયો હતો. તેમજ તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવતા તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. 

એમિલ ફાર્માસ્યુટિકલની ફીફાટ્રોલ દવા પર ભોપાલ એમ્સના ડોક્ટર પણ રિસર્ચ કરી ચૂક્યા છે. જેના બાદ તેઓએ આ દવાને આર્યુવેદિક એન્ટીબાયોટિકનું ઉપનામ આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news