Maharashtra: શિવસેનામાં ઉકળતો ચરુ, 400 શિવસેનિકો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતી શિવસેનાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી. જેની અસર હવે જોવા મળી રહી હોય તેવું લાગે છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) માં અનેક રાજકીય ઉથલપાથલ વચ્ચે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતી શિવસેના (Shivsena) એ ભાજપનો સાથ છોડી કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) સાથે મળીને સરકાર બનાવી લીધી. જેની અસર હવે જોવા મળી રહી હોય તેવું લાગે છે. મુંબઇના ધારાવીમાં બુધવારે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં લગભગ 400 જેટલા શિવસેના કાર્યકરોએ પાર્ટીનો સાથ છોડીને કેસરિયો ધારણ કર્યો.
Mumbai: Around 400 Shiv Sena workers joined BJP at an event organised in Dharavi, yesterday. #Maharashtra pic.twitter.com/zGBAVH0zDr
— ANI (@ANI) December 5, 2019
આટલા શિવસૈનિકોએ એક સાથે પાર્ટી છોડતા મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો આંચકો લાગ્યો છે. તમામ શિવસૈનિકોએ ભારતીય જનતા પાર્ટી (BJP) ની સદસ્યતા લીધી. શિવસેના છોડીને ભાજપમાં સામેલ થયેલા કાર્યકર રમેશ નદેશનનું કહેવું છે કે શિવસેનાએ હિન્દુ વિરોધી અને ભ્રષ્ટ પક્ષો સાથે હાથ મિલાવ્યો છે. જેના કારણે અમે નારાજ છીએ. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને ગઠબંધન કર્યું છે જે મહાવિકાસ આઘાડી (Mahavikas Aghadi) નામે સત્તામાં છે. ત્રણેય પક્ષોએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને મુખ્યમંત્રી બનાવવા માટે સહમતિ આપી હતી.
જુઓ LIVE TV
મહારાષ્ટ્રમાં બહુ જલદી કેબિનેટનો વિસ્તાર કરવામાં આવશે. કેબનેટ પદને લઈને અંતિમ નિર્ણય થઈ ગયો છે. ફક્ત જાહેરાત કરવાની બાકી છે. નોંધનીય છે કે શિવસેનાનું કાર્યાલય કે જેનું નામ શિવાલય છે તે ભાજપના પ્રદેશ મુખ્યમથક પાસે જ છે. મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેના નામની જાહેરાત બાદ શિવાલયમાં ખુબ ફટાકડા ફૂટ્યા હતાં જ્યારે ભાજપ મુખ્યમથકમાં સન્નાટો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે