એક ઉમેદવાર એકથી વધુ કેટલી સીટ પર ચૂંટણી લડી શકે? માથુ ખંજવાળતા સવાલનો આ છે જવાબ

લોકસભા ચૂંટણીનું રણશીંગુ જોરશોરથી ફૂંકાયું છે. ત્યારે દમદાર જીત મેળવવા માટે અનેક મોટા નેતાઓ એકને બદલે બે લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પારિવારિક સીટ અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાના છે. 

એક ઉમેદવાર એકથી વધુ કેટલી સીટ પર ચૂંટણી લડી શકે? માથુ ખંજવાળતા સવાલનો આ છે જવાબ

ગુજરાત :લોકસભા ચૂંટણીનું રણશીંગુ જોરશોરથી ફૂંકાયું છે. ત્યારે દમદાર જીત મેળવવા માટે અનેક મોટા નેતાઓ એકને બદલે બે લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પારિવારિક સીટ અમેઠી ઉપરાંત કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાના છે. આવું પહેલીવાર નથી કે, કોઈ પાર્ટીનો ઉમેદવાર એક સીટથી વધુ પર ઈલેક્શન લડી રહ્યો હોય. ઈતિહાસના પાનાંમાં અનેક એવા ઉદાહરણ છે. ગત 2014ના ઈલેક્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ વારાણસી ઉપરાંત વડોદરા લોકસભા સીટ પરથી લડ્યા હતા. હજી થોડા અંદર જઈએ, તો 1996માં કેટલાક નેતાઓ તો ત્રણ-ત્રણ સીટ પર એકસાથે ચૂંટણી લડ્યા છે. આવું એટલા માટે થતું કેમ કે, પહેલા કોઈ પણ ઉમેદવાર ગમે તેટલી સીટ પરથી ઈલેક્શન લડી શક્તો હતો, પરંતુ 1996માં નિયમમાં રિસર્ચ કરીને એક ઉમેદવારને વધુમાં વધુ બે સીટ પરથી લડવાની મંજૂરી આપવામાં આવી છે. 

બદલાયેલો નિયમ
ચૂંટણી પંચના નિયમ અનુસાર, એક ઉમેદવાર બે સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે. જો તે બંને સીટ પરથી જીતે છે, તો તેને 10 દિવસ બાદ એક સીટ છોડવી પડે છે, જેના પર ફરીથી પેટાચૂંટણી યોજાય છે. આ બધુ જનપ્રતિનિધિત્વ કાયદો 33 (7) અંતર્ગત આવે છે. 

ગુજરાત લોકસભાની 26 બેઠકો પર પિક્ચર ક્લિયર, જુઓ કોણ કોણ છે દાવેદાર

નિયમ પર સવાલ
એક ઉમેદવારનું એકથી વધુ સીટ પર ચૂંટણી લડવુ યોગ્ય છે કે નહિ તે મામલે અનેકવાર સવાલો ઉઠ્યા છે. તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, બે સીટ પર ઈલેક્શન લડીને જીતનાર ઉમેદવારને એક સીટ ખાલી કરવી પડે છે અને ત્યાં ફરીથી પેટાચૂંટણી થાય છે. તેનાથી સરકારી તિજોરીને નુકશાન થાય છે. તેથી નિયમમાં ફેરફાર કરીને ઉમેદવારને માત્ર એક જ સીટ પર ચૂંટણી લડવાની પરમિશન આપવામાં આવે. આ મામલે સરકારે આ અરજીના વિરોધમાં કહ્યું હતું કે, જો 33 (7)માં બદલાવ કરવામાં આવે તો તેમાં ઉમેદવારોના અધિકારોનું ઉલ્લંઘન થશે. તો બીજી તરફ, ચૂંટણી પંચ આ અરજીને સમર્થન આપ્યું હતું. 

  • 1957ના લોકસભા ઈલેક્શનમાં જ્યારે ભારતીય જનસંઘ રાજનીતિમાં આગળ વધી રહ્યું હતું, ત્યારે અટલ બિહારી વાજપેયી યુપીની ત્રણ સીટ બલરામપુર, મથુરા અને લખનઉથી લડ્યા હતા. તેના બાદ કોંગ્રેસે પણ આ સિલસિલો શરૂ કર્યો હતો. 
  • 1977માં જ્યારે પોતાના જ ગઢ રાયબરેલીમાં ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી ગઈ, તો 1980ના ઈલેક્શનમાં તેઓ રાયબરેલી ઉપરાંત તેલંગનાના મેડકથી પણ ચૂંટણી લડ્યા હતા. તેઓ બંને સીટ પર જીત્યા હતા, અને બાદમાં મેડક સીટ છોડી હતી. 
  • 1991માં વાજપેયી વિદિશા અને લખનઉથી ચૂંટણી લડ્યા.
  • 1991માં લાલકૃષ્ણ અડવાણી દિલ્હી અને ગાંધીનગરથી ચૂંટણી લડ્યા. 
  • 1999માં યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી બેલ્લારી અને અમેઠીથી ચૂંટણી લડ્યા. 
  • 2014માં મુલાયમ સિંહ આઝમગઢ અને મૈનપુરીથી લડ્યા
  • આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ 2009માં સારન અને પાટલીપુત્રથી ચૂંટણી લડ્યા હતા.
  • તેલુગુ દેશમ પાર્ટીના સંસ્થાપક એન.ટી. રામારાવ 1985ના વિધાનસભા ઈલેક્શનમાં ગુડીવાડા, હિન્દુપુર અને નલગૌંડાથી ચૂંટણી લડ્યા હતા. તમામમાં તેઓ જીત્યા હતા. હિન્દુપુર સીટને યથાવત રાખીને તેમણે અન્ય બે સીટ ખાલી કરી હતી. ત્યાં ઉપચૂંટણી થઈ હતી.
  • 1991 હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દેવીલાલ ત્રણ લોકસભા પાર્ટી સીકર, રોહતક અને ફિરોઝપુરની સાથે ધિરઈ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. દરેક જગ્યાએ તેઓ હાર્યા હતા. 
  • 2014ના ઈલેક્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ વારાણસી ઉપરાંત વડોદરા લોકસભા સીટ પરથી લડ્યા હતા

એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news