વિધાનસભા ચૂંટણી પરિણામ 2018: છત્તીસગઢમાં પ્રથમવાર જીતશે કોંગ્રેસ, બીજીવાર બનાવશે સરકાર
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh elections 2018)માં 15 વર્ષ બાદ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2000મા આ રાજ્ય બન્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રથમવાર જીત મેળવવા જઈ રહી છે. કોંગ્રેસ પ્રદેશમાં બીજીવખત સરકાર બનાવશે. આ પહેલા જ્યારે 2000મા મધ્યપ્રદેશ વિભાજન બાદ છત્તીસગઢ રાજ્ય બન્યું હતું, તે સમયે કોંગ્રેસની સરકાર બની હતી અને અજીત જોગી મુખ્યપ્રધાન બન્યા હતા. રાજ્યમાં પ્રથમવખત 2003માં ચૂંટણી યોજાઇ અને ભાજપે શાનદાર જીત મેળવી હતી
Trending Photos
નવી દિલ્હીઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી (Chhattisgarh elections 2018)માં 15 વર્ષ બાદ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2000મા આ રાજ્ય બન્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રથમવાર જીત મેળવવા જઈ રહી છે. કોંગ્રેસ પ્રદેશમાં બીજીવખત સરકાર બનાવશે. આ પહેલા જ્યારે 2000મા મધ્યપ્રદેશ વિભાજન બાદ છત્તીસગઢ રાજ્ય બન્યું હતું, તે સમયે કોંગ્રેસની સરકાર બની હતી અને અજીત જોગી મુખ્યપ્રધાન બન્યા હતા. રાજ્યમાં પ્રથમવખત 2003માં ચૂંટણી યોજાઇ અને ભાજપે શાનદાર જીત મેળવી હતી.
તે સમયે રમન સિંહને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારથી લઈને છત્તીસગઢમાં બે વખત ચૂંટણી યોજાઈ છે. 2008 અને 2013માં. આ તમામ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને પરાજય આપ્યો હતો. પરંતુ 2018મા તસ્વીર બદલી લઈ છે. કોંગ્રેસે એકતરફી મુકાબલામાં ભાજપને ખૂબ પાછળ છોડી દીધી છે.
છત્તીસગઢમાં કોંગ્રેસને 50થી વધુ સીટો મળતી દેખાઈ રહી છે. તો ભાજપને 25થી નીચે મળે તેવું લાગી રહ્યું છે. આ ચૂંટણીમાં જ્યાં ભાજપની પાસે રમન સિંહનો ચહેરો હતો. તો કોંગ્રેસ પાસે કોઈ સર્વસામાન્ય ચહેરો નહતો. તેમ છતાં કોંગ્રેસે મોટો વિજય મેળવ્યો છે.
આ રીતે એક એક સીટ પર આગળ વધી કોંગ્રેસ
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં 2003મા ભાજપે 50 સીટો જીતી હતો, તો કોંગ્રેસને 37 સીટો મળી હતી. 2008મા યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 50 અને કોંગ્રેસને 38 સીટો પર જીત મળી હતી. 2003ની ચૂંટણીમાં ભાજપને 49 અને કોંગ્રેસને 39 સીટો મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે