Corona Update: દેશમાં કોરોનાએ મચાવી તબાહી, એક જ દિવસમાં 2 હજારથી વધુ લોકોના મૃત્યુ, 10974 નવા કેસ

કોરોનાએ દેશમાં તબાહી મચાવી દીધી છે. આ મહામારીના કેસ ઝડપથી વધી રહ્યાં છે. એક જ દિવસમાં બે હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 10974 કેસ સામે આવ્યાં છે. કોરોનાના કુલ  3,54,065 કેસ નોંધાયા છે. 

Corona Update: દેશમાં કોરોનાએ મચાવી તબાહી, એક જ દિવસમાં 2 હજારથી વધુ લોકોના મૃત્યુ, 10974 નવા કેસ

નવી દિલ્હી: કોરોના (Corona Virus) એ દેશમાં તબાહી મચાવી દીધી છે. આ મહામારીના કેસ ઝડપથી વધી રહ્યાં છે. એક જ દિવસમાં બે હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 10974 કેસ સામે આવ્યાં છે. કોરોનાના કુલ  3,54,065 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 2003 લોકોના મોત થયા છે. કુલ  3,54,065 કેસ નોંધાયા છે જેમાંથી 1,86,935 લોકો સાજા થયા છે. કોરોનાના કારણે દેશમાં કુલ 11,903 લોકોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 10974 કેસ નોંધાયા છે. કોરોનાનો રિકવરી રેટ દેશમાં 52.79 ટકા છે. હાલ દેશમાં  1,55,227 એક્ટિવ કેસ છે. 

પાંચ સૌથી વધુ પ્રભાવિત રાજ્યો
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર (Maharashtra)  પ્રથમ નંબરે છે જ્યાં કોરોનાના કુલ 113445 કેસ નોંધાયા છે. જ્યારે 5537 લોકોના મૃત્યુ થયા છે. 57851 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે. બીજા નંબરે તામિલનાડુ (Tamilnadu) આવે છે જ્યાં કોરોનાના કુલ 48019 કેસ નોંધાયા છે અને 528 લોકોના મૃત્યુ થયા છે. 26782 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી (Delhi) છે જ્યાં કોરોનાના કુલ 44688 કેસ છે જેમાંથી 1837 લોકોના મૃત્યુ થયા છે અને 16500 લોકો સાજા થયા છે. 

ચોથા નંબરે ગુજરાત (Gujarat) આવે છે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 24577 કેસ જોવા મળ્યા છે. જેમાંથી 5962 એક્ટિવ કેસ છે જ્યારે 17082 લોકો સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે 1533 લોકોના મૃત્યુ થયા છે. પાંચમા નંબરે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) છે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના 14091 કેસ નોંધાયા છે જેમાંથી 8610 દર્દીઓ સાજા થયા છે અને 417 લોકોના મૃત્યુ થયા છે. 

દુનિયાની વાત કરીએ તો કોરોના સંક્રમિતોનો આંકડો 80 લાખ પાર થયો છે. આ વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4.38 લાખ થઈ ગઈ છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ મંગળવારે રાતે 12.20 વાગ્યા સુધીમાં કોરોનાના 80,85,932 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે મૃતકોની સંખ્યા 4,38,399 પર પહોંચી છે. જો કે આ દરમિયાન રિકવરીની સંખ્યા પણ 39,17,055 થઈ છે. 

જુઓ LIVE TV

કોવિડ 19થી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. જ્યાં અત્યાર સુધીમાં 21.24 લાખ કેસ સામે આવ્યાં છે. વોશિંગ્ટન સ્થિત પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન (PAHO)ની એક વર્ચ્યુઅલ બ્રિફિંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન (WHO)ના રિજિયોનલ ડિરેક્ટર કેરિસા ઈટિયેને કહ્યું છે કે કોવિડ 19નો માર પ્રવાસીઓ પર વધુ પડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા-મેક્સિકો સીમા ક્ષેત્રમાં ટેસ્ટિંગ વધારવા જોઈએ. કારણ કે એવું જાણવા મળ્યું છે કે અમેરિકાથી સંક્રમિત લોકો મેક્સિકો જવા માટે પહોંચી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news