કોરોના બાદ તબલિગી જમાતના લોકોનો કાળો ઉત્પાત, મેડિકલ સ્ટાફ પર થૂંકવાનો ગંભીર આરોપ

નિઝામુદ્દીનથી લાવવામાં આવેલા તબલિગી જમાતના લોકો પોતાની તપાસ અને સારવારમાં ડોક્ટરોને બિલકુલ પણ સહયોગ કરી રહ્યાં નથી. આ વાત ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપકકુમારે જણાવી. તુઘલકાબાદના ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવેલા તબલિગી જમાતના લોકો મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ કથિત રીતે મેડિકલ સ્ટાફ પર થૂંક્યા પણ ખરા અને બિનજરૂરી વસ્તુઓની માગણી કરવા લાગ્યા હતાં. 
કોરોના બાદ તબલિગી જમાતના લોકોનો કાળો ઉત્પાત, મેડિકલ સ્ટાફ પર થૂંકવાનો ગંભીર આરોપ

નવી દિલ્હી: નિઝામુદ્દીનથી લાવવામાં આવેલા તબલિગી જમાતના લોકો પોતાની તપાસ અને સારવારમાં ડોક્ટરોને બિલકુલ પણ સહયોગ કરી રહ્યાં નથી. આ વાત ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપકકુમારે જણાવી. તુઘલકાબાદના ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવેલા તબલિગી જમાતના લોકો મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ કથિત રીતે મેડિકલ સ્ટાફ પર થૂંક્યા પણ ખરા અને બિનજરૂરી વસ્તુઓની માગણી કરવા લાગ્યા હતાં. 

મળતી માહિતી મુજબ મરકઝ ખાલી કરાવ્યાં બાદ તબલિગી જમાતના 167 લોકોને રેલવેએ તુઘલકાબાદમાં બનેલા આઈસોલેશન સેન્ટરમાં રાખ્યા છે. રેલવેના સીપીઆરઓ દીપકકુમારે જણાવ્યું કે 97 લોકોને ડીઝલ શેડ ટ્રેનિંગ સેન્ટરમાં અને 70ને આરપીએફ બેરેકમાં રાખવામાં આવ્યાં છે. 

મેડિકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક, થૂંકી રહ્યાં છે
મળતી માહિતી મુજબ આ લોકો અહીં બિલકુલ સહયોગ કરી રહ્યાં નથી. સેન્ટરમાં ગમે ત્યાં ફરીને સાથે સાથે બિનજરૂરી વસ્તુઓની માગણી કરી રહ્યાં છે અને આ સાથે જ તેઓ જ્યાં ત્યાં થૂંકવાની સાથે સાથે સ્ટાફ ઉપર પણ થૂંકી રહ્યાં છે. કોરોના વાયરસના ફેલાવામાં થૂંક મોટી ભૂમિકા ભજવે છે. 

દિલ્હીમાં નવા 32 દર્દીઓ, 29 નિઝામુદ્દીનથી
નિઝામુદ્દીનમાં તબલિગી જમાતનું મરકઝ દેશમાં કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બની રહ્યું છે. દિલ્હીમાં બુધવારે સામે આવેલા 32 દર્દીઓમાંથી 29 લોકો મરકઝના છે. દેશભરમાં પહોંચેલા અત્યાર સુધીમાં 300થી વધુ કોરોનાના દર્દીઓ મળ્યાં છે જેમાંથી 110 તો બુધવારે તામિલનાડુમાંથી જ મળ્યાં. 

જુઓ LIVE TV

દિલ્હી એનસીઆરમાં જ નહીં પરંતુ દેશભરમાં જમાતના લોકોની યુદ્ધસ્તરે શોધ થઈ રહી છે. નિઝામુદ્દીનમાં મકરઝની બિલ્ડિંગ  ખાલી કરાવવાનું 36 કલાકનું ઓપરેશન બુધવારે સવારે પૂરું થયું. દિલ્હી સરકારે કહ્યું કે મરકઝમાંથી 2361 લોકોને બહાર કઢાયા જેમાંથી 766 લોકોને હોસ્પિટલોમાં ખસેડાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news