કોરોનાના પ્રકોપ વચ્ચે મળ્યા સારા સમાચાર, દેશના આ 3 રાજ્ય વાયરસના સંક્રમણથી થયા સંપૂર્ણ મુક્ત
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસનો કેર સતત ચાલુ છે. પરંતુ આ બધા વચ્ચે પણ એક રાહતના સમાચાર મળ્યા છે. દેશના 3 રાજ્યો હવે કોરોના સંક્રમણથી સંપૂર્ણ રીતે મુક્ત થયા છે. તાજો મામલો ત્રિપુરાનો છે. અહીં કોરોનાના તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે ગોવા અને મણિપુર પણ એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાનો પ્રકોપ નથી. આ રાજ્ય પણ કોરોનાથી મુક્ત થઈ ગયા છે.
અત્રે જણાવવાનું કે તાજા આંકડા મુજબ હાલ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 21700 છે. જેમાંથી 686 લોકોના મોત થયા છે અને 4325 લોકો સાજા થઈને ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1409 કેસ સામે આવ્યાં છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 78 જિલ્લાઓમાંથી 14 દિવસમાં કોરોનાના કોઈ નવા કેસ સામે આવ્યાં નથી. આ ઉપરાંત 9 રાજ્યોના 33 જિલ્લાઓમાં કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી. 12 જિલ્લા એવા છે જ્યાં 28 દિવસથી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી.
જુઓ LIVE TV
સરકારે એમ પણ કહ્યું હતું કે લોકડાઉનના કારણે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને ભવિષ્યના પડકારો સામે લડવાની તક મળી છે. લોકડાઉનથી કોરોના નબળો પડ્યો છે. કોરોનાના આંકડાથી ઉપર જઈને આપણે રણનીતિ પર વિચારવાનું છે. જિંદગી બચાવવી એ અમારો મૂળ મંત્ર છે.
સરકારે લોકડાઉનને લઈને મોટી જાહેરાત કરી હતી. પંખા અને પુસ્તકોની દુકાનોને લોકડાઉનમાં છૂટ અપાઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટને આગળ વધારવામાં આવી હતી. આ ઉપરાંત લોટ, દાળ મિલ અને પ્રીપેડ રિચાર્જ દુકાનોને પણ છૂટ અપાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે