પ્રેમિકાના પતિના ટૂકડા કરીને 70 કિમીના વિસ્તારમાં ફેંકી દીધા અને પછી.....
પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કર્યા પછી તેની લાશને એક બાંધકામ સાઈટમાં ખાડો ખોદીને દાટી દીધી હતી અને અડધી લાશના નાના-નાના ટૂકડા કરીને 70 કિમીના વિસ્તારમાં છુટા છવાયા ફેંકી દીધા હતા, જેથી પોલીસના હાથમાં કોઈ પણ પાકો પુરાવો ન આવે.
Trending Photos
દિલ્હીઃ દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં વર્ષ 2011માં કિડનેપ થયેલા એક વ્યક્તિની હત્યાનું કોકડું ઉકેલાઈ ગયું છે. 22 વર્ષના રવિની લાશ 9 વર્ષ બાદ ટૂકડાઓમાં હાથમાં આવ્યા છે. રવીની હત્યા કરીને તેની લાશને 5 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાઈ હતી. આ ઉપરાંત પોલીસના ડરથી લાશના નાના-નાના ટૂકડા કરીને રાજસ્થાનના અલવર જિલ્લામાં 70 કિમીના વિસ્તારમાં છૂટા છવાયા ફેંકી દીધા હતા.
આ સ્ટોરીની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. કમલ અલવર જિલ્લામાં બાંધકામ ક્ષેત્રમાં કામ કરતો હતો. ત્યાં નજીકમાં કામ કરતી શકુન્તલા નામની એક યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. જોકે, શકુન્તલાના ઘરવાળાએ તેનાં લગ્ન રવિ નામના બીજા યુવક સાથે કરાવી દીધા હતા. રવિ દિલ્હીના સમાલખામાં રહતો હતો અને રીક્ષા ચલાવતો હતો.
શકુન્તલા લગ્ન પછી માત્ર એક દિવસ જ સાસરીમાં રહી અને પછી તે પોતાના પિયર પાછી આવી ગઈ હતી. લગભગ દોઢ મહિના પછી કમલે શકુન્તલાને કહ્યું કે તે તેના પતિ રવિના ઘરે જાય અને ત્યાંથી તેન બહાર લઈને આવે. શુકન્તલાએ રવિને કહ્યું કે તેની બહેનના ઘરે જવું છે. એમ કહીને તે રવિની સાથે બહાર નિકળી. ઘરની બહાર કમલ એક કારમાં રાહ જોતો હતો.
તેઓ શકુન્તલાને લઈને તેની બહેનના ઘરે પહોંચ્યા. અહીં શકુન્તલાને ઉતારીને રસ્તામાં જ દરડોથી ગળું દબાવીને રવિની હત્યા કરી નાખી. રવિની લાશ લઈને તેઓ અલવર પહોંચ્યા અને તે જે બાંધકામ સાઈટ પર કામ કરતો હતો ત્યાં લવિની લાશને દાટી દીધી. તેને જેવી ખબર પડી કે કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો છે. રવિએ લાશને ફરીથી ખાડામાંથી બહાર કાઢી અને તેના ટૂકડા કરીને 70 કિમીના વિસ્તારમાં જુદા-જુદા સ્થળે ફેંકી દીધા. જોકે, લાશનો અડધો ભાગ ખાડામાં જ રહી ગયો હતો.
પોલીસને તપાસ દરમિયાન કમલ અને તેના મિત્રો પર શંકા ગઈ હતી, પરંતુ પોલીસ પાસે પુરાવા ન હતા. આથી પોલીસે તેનો પોલીગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો, પરંતુ કમલ બચી ગયો. ત્યાર પછી પોલીસે નાર્ગો માટે સહમતિ માગી, પરંતુ આરોપી તૈયાર થયા નહીં. ત્યાર પછી ગુજરાતની ગાંધીનગરની એફએસએલમાં આરોપીનો બ્રેન મેપિંગ કરાવ્યો. એફએસએલના ડોક્ટરોએ કહ્યું કે, આરોપી બ્રેઈન મેપિંગમાં પણ ચકમો આપી રહ્યો છે.
અહીંથી છુટ્યા પછી બધા જ આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે પોતાની તપાસ ચાલુ રાખી અને ઘણી શોધખોળ પછી કલમ અને તેના ડ્રાઈવરને ફરીથી ઝડપી લીધા. ત્યાર પછી માહિતીના આધારે લાશના ટૂકડા પણ શોધી કાઢ્યા છે. હવે તેને ડીએનએ તપાસ માટે મોકલ્યા છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે