Corona: સ્વિટ્ઝરલેન્ડે ભારતને બિરદાવ્યું, PM મોદીએ Photo શેર કરીને આપ્યો જવાબ
Trending Photos
નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસનો કેર જોવા મળી રહ્યો છે. દરેક દેશ આ વાયરસને પોતાના ત્યાં ફેલાતો અટકાવવા માટે મોટા મોટા પગલાં લઈ રહ્યો છે. કોરોનાના સંકટને પહોંચી વળવા માટે ભારત સરકારે લીધેલા પગલાને દુનિયાના અનેક દેશો વખાણી ચૂક્યા છે. આ બધા વચ્ચે સ્વિસ આલ્પ્સના મેટરહોર્ન પર્વત પર રોશનીની મદદથી ભારતીય તિરંગાને દર્શાવવામાં આવ્યો છે. જેના દ્વારા કોરોના મહામારી સામે જીતવાની આશા અને જુસ્સાનો સંદેશો આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને તેના પર પ્રતિક્રિયા આપી છે.
સ્વિટ્ઝરલેન્ડમાં ભારતના દૂતાવાસે આ તસવીર ટ્વીટર પર શેર કરી છે. આ ઉપરાંત ભારતીય વિદેશ સેવા અધિકારી ગુરલીન કૌરે પણ આ તસવીર પોતાના ટ્વીટર હેન્ડલથી શેર કરી છે. ભારતના આ સન્માનનું કારણ એ પણ છે કે સંકટની આ ઘડીમાં ભારતે સુપરપાવર અમેરિકા સહિત દરેક દેશની મદદ કરી છે.
The world is fighting COVID-19 together.
Humanity will surely overcome this pandemic. https://t.co/7Kgwp1TU6A
— Narendra Modi (@narendramodi) April 18, 2020
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાના રંગમાં રંગાયેલા પર્વતની તસવીર રીટ્વીટ કરીને લખ્યું કે દુનિયા કોવિડ 19 સામે એકજૂથ થઈને લડી રહી છે. મહામારી પર ચોક્કસપણે માનવતાની જીત થશે. અત્રે જણાવવાનું કે જાણીતા સ્વિસ લાઈટ આર્ટિસ્ટ ગેરી હોફસ્ટેટરે 14690 ફૂટના પહાડને તિરંગાના આકારમાં રોશનીથી રંગી નાખવાનું કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે