હું કોઈપણ કિંમતે મધ્યપ્રદેશની ધરતી પર 'લવ-જેહાદ'ની મંજૂરી આપીશ નહીંઃ સીએમ શિવરાજ

આ દિવસોમાં દેશમાં લવ-જેહાદનો મુદ્દો ચર્ચામાં છે. જ્યાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે તેના પર કાયદો બનાવી દીધો છે. તો મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદ પર કાયદો બનાવવાની વાત સામે આવી રહી છે.

 હું કોઈપણ કિંમતે મધ્યપ્રદેશની ધરતી પર 'લવ-જેહાદ'ની મંજૂરી આપીશ નહીંઃ સીએમ શિવરાજ

ભોપાલઃ આ દિવસોમાં દેશમાં લવ-જેહાદનો મુદ્દો ચર્ચામાં છે. જ્યાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશે તેના પર કાયદો બનાવી દીધો છે. તો મધ્યપ્રદેશમાં પણ લવ જેહાદ પર કાયદો બનાવવાની વાત સામે આવી રહી છે. ઉમરિયામાં જન-જાતીય ગૌરવ સન્માન સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લવ જેહાદના મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું, 'હું કોઈપણ કિંમત પર મધ્ય પ્રદેશની ધરતી પર લવ જેહાદની મંજૂરી આપીશ નહીં.'

તેમણે કહ્યું કે, હું કોઈ કસર છોડીશ નહીં પરંતુ તમારી પાસેથી ઈચ્છુ છું કે આવા તત્વો સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ભલે તે ધર્માંતરણના નામ પર, કે બીજા નામ પર હોય, કેટલાક લોકો સંગઠન બનાવીને તેની આડમાં પોતાના સ્વાર્થોને પૂરા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવા લોકોને ઉઘાડા પાડો. તો જન-જાતીય ગૌરવ સન્માન સમારોહમાં તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ છેલ્લીવાર થી રહ્યો નથી, દર વર્ષે 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ  જનજાતિ ગૌરવ દિવસના દિવસના નામથી ધૂમધામથી ઉજવવામાં આવે છે. 

— ANI (@ANI) November 25, 2020

મહત્વનું છે કે પ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ પ્રસ્તાવિત બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ મંત્રાલયમાં ઓફિસરો સાથે બેઠક કરી હતી. તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ વિકુદ્ધ બનાવેલા કાયદાના અધ્યાદેશની મદદથી 24 નવેમ્બરથી લાગૂ કરી દીધો છે. જેમાં બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ કરવા અને 10 વર્ષની સજાની જોગવાઈ છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news