Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં વળી પાછા ઢગલો નવા કેસ, મૃત્યુના આંકડા પણ ડરામણા

સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 22,752 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 482 દર્દીઓએ કોવિડ 19 (Covid-19) થી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 7,42,417 પર પહોંચી છે. જેમાંથી 2,64,944 એક્ટિવ કેસ છે. જ્યારે 4,56,831 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 20,642 દર્દીઓના મૃત્યુ થયા છે. 

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં વળી પાછા ઢગલો નવા કેસ, મૃત્યુના આંકડા પણ ડરામણા

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. આજે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 22,752 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 482 દર્દીઓએ કોવિડ 19 (Covid-19) થી જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 7,42,417 પર પહોંચી છે. જેમાંથી 2,64,944 એક્ટિવ કેસ છે. જ્યારે 4,56,831 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 20,642 દર્દીઓના મૃત્યુ થયા છે. 

— ANI (@ANI) July 8, 2020

ફક્ત 5 દિવસમાં નવા એક લાખ કેસ
ભારતમાં છેલ્લા 5 જ દિવસમાં કોરોના વાયરસના કેસ 6 લાખમાંથી 7 લાખ ઉપર પહોંચી ગયાં. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ કહ્યું કે પ્રતિ દસ લાખની વસ્તીએ ભારતમાં સાજા થનારા દર્દીઓ પ્રતિ દસ લાખની વસ્તીએ સારવાર કરાવી રહેલા દર્દીઓ કરતા વધુ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના વાયરસના કેસની જલદી ઓળખ કરીને તેને પ્રભાવી રીતે મેનેજ કરવાનો શ્રેય જાય છે. 

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતમાં પ્રતિ દસ લાખે સાજા થનારા દર્દીઓની સંખ્યા 315.8 છે જ્યારે દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીએ સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 186.3 છે. 

આખરે WHOએ સ્વીકાર્યું, હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ
કોરોના વાયરસ મહામારી (Corona Virus) એ સમગ્ર દુનિયાને સકંજામાં લીધી છે. તેનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેના પર લગામ કસવી લગભગ અશક્ય જોવા મળી રહી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેને જોતા ખાસ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી રહી છે. દુનિયાના અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ એ વાત પર સતત સહમતિ વ્યક્ત કરી કે કોરોના વાયરસનો ચેપ કદાચ હવા દ્વારા પણ ફેલાઈ રહ્યો છે. WHOએ  પણ આખરે મંગળવારે સ્વીકાર્યું કે એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી.

અગાઉ WHO આ વાતને સ્વીકારવા તૈયાર નહતું પરંતુ કેટલાક ખાસ કેસ અને એ વાતના નક્કર પુરાવાની ચકાસણી કર્યા બાદ હવે તેણે આ અંગે એક નિવેદનમાં કહ્યું કે એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી. તેનો અર્થ એ થયો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ હવે લગભગ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. WHOમાં કોવિડ-19 મહામારી સંબંધિત ટેક્નિકલ લીડ ડોક્ટર મારિયા વા કેરખોવે એક ન્યૂઝ બ્રિફિંગમાં કહ્યું કે 'અમે હવા દ્વારા કોરોના વાયરસ ફેલાવવાની આશંકા પર વાત કરી રહ્યા છીએ. '

જુઓ LIVE TV

આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠનની બેનેદેત્તા આલ્લેગ્રાંઝીએ કહ્યું કે 'કોરોના વાયરસના હવાના માધ્યમ (airborne )થી ફેલાવવાના પુરાવા તો મળી રહ્યાં છે પરંતુ હજુ તે પાક્કા પાયે ન કહી શકાય. તેમણે કહ્યું કે 'જાહેર જગ્યાઓ પર ખાસ કરીને ભીડભાડવાળી, ઓછી હવાવાળી, અને બંધ જગ્યાઓ પર હવા દ્વારા વાયરસ ફેલાવવાની આશંકાથી ઈન્કાર કરી શકાય નહીં. જો કે આ  પુરાવાને ભેગા કરવાની અને સમજવાની જરૂર છે. અમે આ કામ ચાલુ રાખીશું.'

અત્રે જણાવવાનું કે આ અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સતત કહી રહ્યું હતું કે કોરોના વાયરસ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના નાક અને મોઢામાંથી નીકળેલા સુક્ષ્મ ટીપાના માધ્યમથી ફેલાય છે. WHOએ એમ પણ કહી રહ્યું છે કે લોકોમાં ઓછામાં ઓછું 3.3 ફૂટનું અંતર હોય તો કોરોના વાયરસના ચેપની રોકથામ શક્ય છે. પરંતુ હવે જો હવા દ્વારા વાયરસ ફેલાવવાની વાત સંપૂર્ણ રીતે સાબિત થાય તો 3.3 ફૂટનું અંતર અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોમાં પણ ફેરફાર કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news