Corona Update: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકના આંકડા અત્યંત ડરામણા
ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 લાખને પાર ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 54,736 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 853 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 17,50,724 થયો છે. જ્યારે 11,45,630 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં દેશમાં 37,364 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 17 લાખને પાર ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 54,736 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 853 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 17,50,724 થયો છે. જ્યારે 11,45,630 દર્દીઓએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં દેશમાં 37,364 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે.
India's COVID tally crosses 17 lakh mark with 54,736 positive cases & 853 deaths in the last 24 hours.
Total #COVID19 cases stand at 17,50,724 including 5,67,730 active cases, 11,45,630 cured/discharged/migrated & 37,364 deaths: Health Ministry pic.twitter.com/WXGdKfaHUW
— ANI (@ANI) August 2, 2020
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 65.44% થયો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 51,255 દર્દીઓ સાજા પણ થયા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં લોકડાઉન 5 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યું છે. ત્યાં એક જ દિવસમાં કોરોનાના 613 નવા કેસ નોંધાયા છે.
The total number of #COVID19 samples tested up to 1st August is 1,98,21,831 including 4,63,172 samples tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/usgBlDy5Sc
— ANI (@ANI) August 2, 2020
દેશમાં હાલ 5,65,103 એક્ટિવ કેસ છે. ઉત્તર પ્રદેશમાં આજે લોકડાઉન રહેશે નહીં અહીં શનિવાર અને રવિવારે સાપ્તાહિક લોકડાઉન લાગુ રહેતુ હતું. પરંતુ આજે લોકડાઉન નહીં રખાય. રક્ષાબંધનના તહેવારને જોતા આજે વિશેષ છૂટ અપાઈ છે. આજે મીઠાઈની દુકાનો પણ ખુલ્લી રહેશે. કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક 110 વર્ષની મહિલાએ કોરોનાને માત આપી. આવા કિસ્સા કોરોનાકાળમાં રાહત આપે છે. તેમનો 27 જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે તેઓ સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે