જમ્મુના 5 જિલ્લામાં ઈન્ટરનેટ શરૂ, કાશ્મીરના 35 પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધ દૂર કરાયો

શ્રીનગર સહિત બીજી ઘાટીના ભાગમાં પણ 12 દિવસથી બંધ રહેલા 96 ટેલિફોન એક્સચેન્જમાંથી 17 ચાલુ કરી દેવાયા છે 
 

જમ્મુના 5 જિલ્લામાં ઈન્ટરનેટ શરૂ, કાશ્મીરના 35 પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધ દૂર કરાયો

નવી દિલ્હીઃ જમ્મુના 5 જિલ્લામાં શનિવારથી ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ કાશ્મીરના પણ કેટલાક જિલ્લાઓમાં 2જી સેવાઓ શરૂ કરાઈ છે. આ ઉપરાંત, ઘાટીના 35 પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ધારા 144 રદ્દ કરી દેવાઈ છે. તેની સાથે જ શ્રીનગર સહિત બીજી ઘાટીના ભાગમાં પણ 12 દિવસથી બંધ રહેલા 96 ટેલિફોન એક્સચેન્જમાંથી 17 ચાલુ કરી દેવાયા છે. 

રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન ધરાવતી સરકારે શનિવારે જણાવ્યું કે, ઉત્તર, દક્ષિણ અને મધ્ય કાશ્મિરના કુલ 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પ્રતિબંધો દૂર કરી દેવાયા છે. જમ્મુના આઈજીપીએ જણાવ્યું કે, જમ્મુ ઝોનના જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસી એમ કુલ 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરી દેવાઈ છે. તેની સાથે જ તંત્ર અને પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ મોબાઈલ અને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના ફેક અને હિંસા ભડકાવનારા મેસેજ, પોસ્ટ કે વીડિયો શેર ન કરે. 

જમ્મુ અને કાશ્મીર સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું કે, "અનેક ટેલિફોન એક્સચેન્જ શરૂ કરી દેવાયા છે અને બીજા પણ આવતિકાલે રવિવાર સાંજ સુધીમાં ચાલુ કરી દેવાશે." જમ્મુ ડિવિઝનમાં લેન્ડલાઈન સર્વિસ સામાન્ય સ્વરૂપમાં કામ કરી રહી છે અને 5 જિલ્લાઓમાં મોબાઈલ સેવાઓ શરૂ કરી દેવાઈ છે. સોમવારથી તમામ સરકારી કચેરીઓ અને શાળાઓ ખુલી જશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news