શું રાહુલ ગાંધી રાજકીય વનવાસ તરફ આગળ વધી રહ્યા છે? માતા-બહેને સંભાળી પાર્ટી

લોકસભા ચૂંટણીમાં(Loksabha Election) પરાજય થયા પછી કોંગ્રેસના(Congress) નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi) રાજકારણમાં સક્રિયતા ઘણી ઓછી થઈ ગઈ છે. કોંગ્રેસના અધ્યક્ષપદેથી(Congress President) રાજીનામું આપ્યા પછી રાહુલ ગાંધી રાજનીતિની મુખ્યધારામાંથી દૂર થતા જઈ રહ્યા છે.

શું રાહુલ ગાંધી રાજકીય વનવાસ તરફ આગળ વધી રહ્યા છે? માતા-બહેને સંભાળી પાર્ટી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં(Loksabha Election) પરાજય થયા પછી કોંગ્રેસના(Congress) નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi) રાજકારણમાં સક્રિયતા ઘણી ઓછી થઈ ગઈ છે. કોંગ્રેસના અધ્યક્ષપદેથી(Congress President) રાજીનામું આપ્યા પછી રાહુલ ગાંધી રાજનીતિની મુખ્યધારામાંથી દૂર થતા જઈ રહ્યા છે. એક મહિના પહેલા માતા સોનિયા ગાંધીના(Sonia Gandhi) ફરીથી કોંગ્રેસના અધ્યક્ષા ચૂંટાયા પછી રાહુલે પોતાની સક્રિયતા ઘણી જ ઘટાડી દીધી છે. આ કારણે હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રાહુલ ગાંધી રાજકીય વનવાસ તરફ આગળ વધી રહ્યા છે? 

લોકસભામાં લગાવી દીધી હતી જાનની બાજી
લોકસભા ચૂંટણી 2019નો સમગ્ર પ્રચાર રાહુલ ગાંધીએ એકલા હાથી સંભાળ્યો હતો. જોકે, મોદી લહેરમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો અને ત્યાર પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. સમગ્ર ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એકલવીરની જેમ પ્રચારની ધૂરા સંભાળી હતી અને દેશનો ખૂણે-ખૂણો ખૂંદી વળ્યા હતા. રાહુલના રાજીનામા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને વચગાળાના પાર્ટી અધ્યક્ષ બનાવ્યા છે. 

માતા અને બહેન સંભાળી રહ્યા છે પાર્ટી
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા પછી સોનિયા ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પાર્ટી સંભાળી રહ્યા છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની આગામી વિધાનસભા ચૂંટણીના સંદર્ભે પાર્ટીના નેતાઓ સાથે તેઓ જ ચર્ચા-વિચારણા કરી રહ્યાં છે. તાજેતરમાં જ 12 સપ્ટેમ્બરના રોજ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી પાર્ટીની કાર્યકારણી બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા ન હતા. આ બેઠકમાં દેશની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી અને અનેક નિર્ણય લેવાયા હતા. 

આ બેઠકમાં પાર્ટીના મહામંત્રીઓ, રાજ્યોનાં પ્રભારી, રાજ્ય એકમના પ્રમુખ અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતાઓ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, વરિષ્ઠ નેતા એ.કે. એન્ટની પણ સામેલ થયા હતા. રાહુલ ગાંધીની ગેરહાજરી અંગે પાર્ટીના નેતા એર.પી.એન. સિંહે જણાવ્યું હતું કે, આ બેઠક માત્ર પાર્ટીના મહામંત્રીઓ અને રાજ્યોના પ્રભારીઓ માટે હતી. 

વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ફરી થઈ શકે છે સક્રિય 
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અત્યારે આગામી વિધાનસભા ચૂંટણીના અંતિમ ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ ચૂંટણી સમિતિનાં અધ્યક્ષો સાથે બેઠક કરી રહ્યા છે. આ અંગે રાહુલ ગાંધીનો સંપર્ક કરાયો તો તેમની ઓફિસમાંથી જવાબ મળ્યો કે તેઓ ચૂંટણી સમિતિના અધ્યક્ષ નથી. પાર્ટીના કેટલાક નેતાઓએ દાવો કર્યો છે કે, તેમણે ખુદને કેરળના પોતાના ચૂંટણી ક્ષેત્ર વાયનાડ પુરતા મર્યાદિત કરી લીધા છે. 

પદયાત્રામાં જોડાશે રાહુલ 
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધી 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિત્તે યોજાનારી પદયાત્રામાં ભાગ લેશે. પાર્ટીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર દેશભરમાં પદયાત્રા કાઢવાની યોજના બનાવી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ 2017માં પાર્ટીનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news