J&K 370 નાબૂદઃ જાણો હવે ભારતમાં કુલ કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ થયા?
હવે ભારતમાં કુલ 28 રાજ્ય થયા છે અને કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા 9 થઈ ગઈ છે. આ સાથે જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 અને કલમ-35એ પણ નાબૂદ કરી દીધી છે. જેના કારણે આ આ કલમના આધારે રાજ્યના નાગરિકોને મળેલા કેટલાક વિશેષાધિકાર પણ સમાપ્ત થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમને કોઈ એવો સવાલ પુછે કે ભારતમાં કુલ કેટલા રાજ્ય છે? તો પ્રથમ દૃષ્ટિએ તો તમે એમ જ વિચારશો કે હજુ થોડા સમય પહેલાં જ તેલંગાણા નવું રાજ્ય બન્યું હતું અને ભારતનાં કુલ રાજ્યોની સંખ્યા 29 હતી. જોકે હવે, સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 પસાર થવાની સાથે જ ભારતનો નકશો ફરી એક વખત બદલાઈ ગયો છે. જમ્મુ કાશ્મીર હવે એક રાજ્ય નહીં પરંતુ સંપૂર્ણ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયું છે. તેની સાથે જ લદાખને પણ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયું છે.
આથી, હવે ભારતમાં કુલ 28 રાજ્ય થયા છે અને કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા 9 થઈ ગઈ છે. આ સાથે જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 અને કલમ-35એ પણ નાબૂદ કરી દીધી છે. જેના કારણે આ આ કલમના આધારે રાજ્યના નાગરિકોને મળેલા કેટલાક વિશેષાધિકાર પણ સમાપ્ત થઈ ગયા છે.
જાણો...સામાન્ય જ્ઞાન સંબંધિત કેટલાક સવાલોના જવાબ.
પ્રશ્નઃ ભારતમાં કુલ કેટલા રાજ્ય છે?
જવાબઃ 28
પ્રશ્નઃ ભારતમાં કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે?
જવાબઃ 9
પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીરમાં કેટલા જિલ્લા છે?
જવાબઃ 20
પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીરની લોકસભાની કેટલી સીટ છે?
જવાબઃ પાંચ
પ્રશ્નઃ લદાખની લોકસભામાં કેટલી સીટ છે?
જવાબઃ એક
પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીરમાં કઈ ધારા અંતર્ગત શાસન કરવામાં આવે છે?
જવાબઃ ધારા 239A
પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ કેટલો છે?
જવાબઃ પાંચ વર્ષ
પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલને કયા આધારે અને કેટલા સભ્યોને નામાંકિત કરી શકે છે?
જવાબઃ નવા કાયદા મુજબ જો ઉપરાજ્યપાલને લાગે કે વિધાનસભામાં મહિલાઓની સંખ્યા ઓછી છે તો તેઓ બે મહિલાઓને વિધાનસભા માટે નામાંકિત કરી શકે છે.
પ્રશ્નઃ જમ્મુ-કાશ્મીરમાં હવે રાજ્યપાલ રહેશે કે ઉપરાજ્યપાલ?
જવાબઃ ઉપરાજ્યપાલ
જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની જતાં અહીંનું રાજ્યપાલનું પદ હવે સમાપ્ત થઈ જશે. દેશના અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ હવે અહીં ઉપરાજ્યપાલ રહેશે. જમ્મુ-કાશ્મીરની વિધાનસભાના ઉપર સંસદનું પ્રભુત્વ રહેશે, એટલે કે સંસદમાં બનેલો કોઈ પણ કાયદો વિધાનસભામાં બનેલા કાયદાથી ઉપર માનવામાં આવશે.
હવે મુખ્યમંત્રીનું મંત્રીમંડળ વિધાનસભાના 10 ટકા કરતાં વધારે નહીં રાખી શકાય. કેન્દ્ર સરકારે વિધાનસભાની 107 સીટ વધારીને 114 કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકારે 2011ની વસતી ગણતરીના હિસાબે નવું સિમાંકન કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે