VIDEO: કાશ્મીર મુદ્દે કોંગ્રેસ સાંસદે લોકસભામાં માર્યો મોટો લોચો, સોનિયા ગાંધી પણ થયા નારાજ

જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ આજે લોકસભામાં રજુ કરાયું. આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જાણે સેલ્ફ ગોલ કરી નાખતા કોંગ્રેસ માટે સંસદમાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ અધીર રંજનના નિવેદન પર સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધી એટલા માટે નારાજ છે કારણ કે અધીર રંજન ચૌધરી યોગ્ય ઢબે કાશ્મીર મુદ્દે પાર્ટીનો પક્ષ રજુ કરી શક્યા નહીં. સૂત્રોનું એમ પણ કહેવું છે કે ત્યારબાદ કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ જ્યારે કાશ્મીર મુદ્દે પોતાની વાત રજુ કરી તો તેના પર સોનિયા ગાંધીએ સંતોષ વ્યક્ત કર્યો. 

VIDEO: કાશ્મીર મુદ્દે કોંગ્રેસ સાંસદે લોકસભામાં માર્યો મોટો લોચો, સોનિયા ગાંધી પણ થયા નારાજ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ આજે લોકસભામાં રજુ કરાયું. આ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જાણે સેલ્ફ ગોલ કરી નાખતા કોંગ્રેસ માટે સંસદમાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ અધીર રંજનના નિવેદન પર સોનિયા ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધી એટલા માટે નારાજ છે કારણ કે અધીર રંજન ચૌધરી યોગ્ય ઢબે કાશ્મીર મુદ્દે પાર્ટીનો પક્ષ રજુ કરી શક્યા નહીં. સૂત્રોનું એમ પણ કહેવું છે કે ત્યારબાદ કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ જ્યારે કાશ્મીર મુદ્દે પોતાની વાત રજુ કરી તો તેના પર સોનિયા ગાંધીએ સંતોષ વ્યક્ત કર્યો. 

સૂત્રોનું માનીએ તો અધીર રંજન ચૌધરીએ લોકસભામાં જે પક્ષ રજુ કર્યો તેનાથી સોનિયા ગાંધી તેમનાથી નારાજ છે. સોનિયા ગાંધીએ આ મુદ્દે અધીર રંજન સાથે વાત પણ કરી. અધીર જ્યારે કોંગ્રેસનો પક્ષ રજુ કરી રહ્યાં હતાં ત્યારે સોનિયા ગાંધી બાજુમાં જ બેઠા હતાં અને તે વખતે તેમના ચહેરાના હાવભાવથી નારાજગી દેખાઈ આવતી હતી. 

શું કહ્યું હતું અધીર રંજન ચૌધરીએ?
લોકસભામાં બિલ રજુ થયું ત્યારે અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેના પર કાયદો બનાવવા માટે સંસદને પૂરેપૂરો અધિકાર છે. કોંગ્રેસના રાજમાં કલમ 370 પર બે વાર સંશોધન થયું. આ બધા વચ્ચે કોંગ્રેસ તરફથી પૂછવામાં આવ્યું કે શું જ્યારે તમે જમ્મુ અને કાશ્મીરની વાત કરો છો તો તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ સામેલ છે તો તેના પર અમિત શાહે કહ્યું કે તેઓ જ્યારે પણ જમ્મુ અને કાશ્મીરની વાત કરે છે તો તેમાં સ્વાભાવિક રીતે પીઓકે અને અક્સાઈ ચીન પણ સામેલ હોય છે. અમિત શાહે પલટવાર કરતા કોંગ્રેસને પૂછ્યું કે શું તેઓ પીઓકેને ભારતનો ભાગ નથી માનતી? હું તો તેના માટે જીવ પણ આપી શકું છું. હકીકતમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે શું તમે પીઓકે અંગે પણ વિચારી રહ્યા છો તો તેના પર અમિત શાહે આ જવાબ આપ્યો. 

અધીર રંજન ચૌથરીએ એમ પણ કહ્યું કે તમે રાતો રાત એક રાજ્યના બે ભાગલા પાડી દીધા. તમે કાશ્મીરને આંતરીક મામલો કહો છો પરંતુ એક વડાપ્રધાને પાકિસ્તાન સાથે આ મામલે શિમલા કરાર કર્યો અને બીજાએ લાહોર કરાર કર્યો. તો તમે કેવી રીતે કહેશો કે તે ભારતનો આંતરિક મામલો છે? તમે જમ્મુ અને કાશ્મીરને કેદખાનુ બનાવી દીધુ. પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ કર્યાં. 

— ANI (@ANI) August 6, 2019

અમિત શાહે કહ્યું કે તેમણે સ્પષ્ટીકરણ માંગ્યુ છે પરંતુ બદલામાં હું તેમની પાસે સ્પષ્ટીકરણ માંગુ છું કે તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં પેન્ડિંગ છે. આવામાં નિવેદન છે કે કૃપા કરીને તેઓ રિપિટ કરે કે તેઓ શું ઈચ્છે છે? જેના પર અધીર રંજને કહ્યું કે હું શંકામાં છું કે તમે કહો છો કે આ આંતરિક મામલો છે. 1948થી સંયુક્ત રાષ્ટ્રની મોનિટરિંગ થઈ રહ્યું છે. ત્યારબાદ શિમલા કરાર અને લાહોર કરાર થયો તો આ આંતરિક મામલો કેવી રીતે છે. વિદેશ મંત્રી જયશંકર પણ નિવેદન આપે છે. મારી વાતનો ખોટો અર્થ ન કાઢો. હું તેના પર જાણકારી માંગુ છું. તેના પર તમે એવો માહોલ ન બનાવો કે કોંગ્રેસ પાર્ટી દેશનું હિત નથી ઈચ્છતી. 

જેના પર જવાબ આપતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે જમ્મુ અને કાશ્મીર પર જે બિલ લઈને અમે આવ્યાં છીએ તે સદન મુજબ છે કે નહીં. તેના પર સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. તેમાં કોઈ વિવાદ નથી. ભારતનું બંધારણ અને જમ્મુ કાશ્મીરનું જે બંધારણ બન્યું હતું તેમાં રાજ્યે સ્વીકાર્યુ હતું કે તે ભારતનો ભાગ છે. 

ત્યારબાદ કોંગ્રેસના નેતાએ કહ્યું કે શું તમે પીઓકે વિશે પણ વિચારી રહ્યાં છો તો અમિત શાહે કહ્યું કે જ્યારે પણ જમ્મુ અને કાશ્મીરની વાત કરું તો તેમાં પીઓકે અને અક્સાઈ ચીન પણ સામેલ હોય છે. જેના પર વિપક્ષી સાંસદોએ હોબાળો મચાવતા અમિત શાહે કહ્યું કે એટલા માટે એગ્રેસીવ છું કારણ કે...શું તમે પીઓકેને ભારતનો ભાગ નથી માનતા કે શું? અમે તો પીઓકે માટે જીવ પણ આપી શકીએ છીએ. પીઓકે અને અક્સાઈ ચીન પણ ભારતના અભિન્ન ભાગ છે. 

જુઓ LIVE TV

સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા
અધીર રંજનના આ નિવેદનની ટ્વીટર પર જબરદસ્ત ટીકા થઈ રહી છે. એક યૂઝરે લખ્યું કે 'કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી, તે આંતરરાષ્ટ્રીય મુદ્દો છે.- કોંગ્રેસ  #ShameOnCongress'

— दिग्विजय सिंह राठौड़ (@SeniorDigvijay) August 6, 2019

એક અન્ય યૂઝરે લખ્યું કે 'અધીર રંજન ચૌધરીનું નિવેદન અને મનિષ તિવારીના 50 શેડ્સ ઓફ ગ્રે રિમાર્ક સાંભળીને હું વિશ્વાસ સાથે કહી શકું છું કે કોંગ્રેસ 2024માં કોંગ્રેસની 20 બેઠકો પણ નહીં આવે. મને વિશ્વાસ થઈ ગયો કે કોંગ્રેસ અધિકૃત રીતે દેશ વિરોધી પાર્ટી બની ગઈ છે. #ShameOnCongress'

I believe now congress has officially become Anti-National party #ShameOnCongress. pic.twitter.com/xE24WTEtph

— Anmol 🇮🇳 (@AnmolKatiyar007) August 6, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news