દિલ્હી: દારૂ પર 70% ટેક્સ, છતાં લાંબી લાઈનો, કહ્યું-' વાંધો નહીં, સરકારને અમારા તરફથી દાન'

દિલ્હીમાં દારૂની દુકાન પર આજે અજબગજબનો નજારો જોવા મળ્યો. એક દુકાન પર વ્યક્તિએ દારૂ પર 70 ટકા ટેક્સ લગાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે કહ્યું કે તેમના તરફથી સરકારને દાન છે. બીજી દુકાન પર એક વ્યક્તિ દારૂની લાઈનમાં ઊભા રહેલા લોકો પર ફૂલ વરસાવતો જોવા મળ્યો. વ્યક્તિએ કહ્યું કે તમે લોકો આ દેશની અર્થવ્યવસ્થા મજબુત કરી રહ્યાં છો. 
દિલ્હી: દારૂ પર 70% ટેક્સ, છતાં લાંબી લાઈનો, કહ્યું-' વાંધો નહીં, સરકારને અમારા તરફથી દાન'

નવી દિલ્હી: દિલ્હીમાં દારૂની દુકાન પર આજે અજબગજબનો નજારો જોવા મળ્યો. એક દુકાન પર વ્યક્તિએ દારૂ પર 70 ટકા ટેક્સ લગાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે કહ્યું કે તેમના તરફથી સરકારને દાન છે. બીજી દુકાન પર એક વ્યક્તિ દારૂની લાઈનમાં ઊભા રહેલા લોકો પર ફૂલ વરસાવતો જોવા મળ્યો. વ્યક્તિએ કહ્યું કે તમે લોકો આ દેશની અર્થવ્યવસ્થા મજબુત કરી રહ્યાં છો. 

આ દેશ માટે ડોનેશન
દિલ્હીમાં દારૂની દુકાને પહોંચેલા એક વ્યક્તિએ કહ્યું કે દારૂ પર 70 ટકા ટેક્સથી અમને કોઈ સમસ્યા નથી, આ દેશ માટે અમારા તરફથી ડોનેશન જેવું છે. દારૂની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગની જે રીતે ઠેકડી ઉડી રહી છે તેના માટે ભલે દારૂડિયાઓને જવાબદાર ઠેરવવામાં આવે પણ આ વ્યક્તિએ તો તે માટે પણ સરકાર, પોલીસ અને દુકાનદારોને જવાબદાર ઠેરવી દીધા. વ્યક્તિએ કહ્યું કે દારૂની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જોવાનું કામ પ્રશાસનનું છે. 

— ANI (@ANI) May 5, 2020

અન્ય એક વીડિયો સામે આવ્યો છે જેમાં દિલ્હીના જ ચંદરનગરમાં એક વ્યક્તિ દારૂની દુકાન પર લાઈનમાં ઊભેલા લોકો પર ફૂલનો વરસાદ કરી રહ્યો હતો. એક વ્યક્તિ તેને પૂછે છે કે તે આમ કરે છે તો તે કહે છે કે આ લોકો આપણી અર્થવ્યવસ્થા મજબુત કરી રહ્યાં છે. કારણ કે સરકાર પાસે પૈસા નથી. 

— ANI (@ANI) May 5, 2020

વાત જાણે એમ છે કે દિલ્હી સરકારને લોકડાઉનના કારણે ખુબ નુકસાન થયું છે. એપ્રિલમાં જ્યાં સામાન્ય રીતે દિલ્હીમાં 3500 કરોડ રૂપિયાની કમાણી ખજાનામાં થતી હતી ત્યાં આ વખતે એપ્રિલમાં ફક્ત 300 કરોડ રૂપિયા જ ખજાનામાં આવ્યાં છે. હવે દિલ્હી સરકારે કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ દુકાનો ખોલવાની મંજૂરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news