J&K: જમ્મુ, શ્રીનગર, ડોડામાં સ્થિતિ સામાન્ય, રાજ્યપાલે કરી સુરક્ષાની સમીક્ષા
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરતી કલમ 370ને સમાપ્ત કરવાની ભલામણની જાહેરાત બાદ રાજ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય સ્થિતિના સમાચાર નથી. શ્રીનગરમાં આજે સવારે લોકો ઘરોમાંથી બહાર નીકળીને આસપાસ વાત કરતા જોવા મળ્યાં હતાં. ઐતિહાસિક જાહેરાતને લગભગ 24 કલાક પસાર થયા બાદ જમ્મુ, શ્રીનગર અને ડોડામાં હાલાત સામાન્ય છે. ગત રાતે રાજ્યપાલ સત્યપાલ મલિકે વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરક્ષા મામલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં હાલાતની જાણકારી લેવામાં આવી.
જો કે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાના ખુબ જ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના દરેક વિસ્તારમાં ખુણે ખુણે સુરક્ષાદળોની તહેનાતી કરાઈ છે. કાશ્મીર ઘાટીમાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. જમ્મુ અને કાશ્મીરમાં તમામ શાળા કોલેજો બંધ રાખવાના આદેશ અપાયા છે. 5 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ આગામી આદેશ સુધી કેન્સલ કરી દેવાઈ છે. સરકારે એરલાઈન્સ કંપનીઓે ભાડા ઘટાડવાનો આદેશ આપ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને અટકાયતમાં લેવાયા છે. કહેવાય છે કે બંને નેતાઓને પોત પોતાના ઘરેથી બીજે હરિ સિંહ પેલેસમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. રવિવારે સાંજે બંને નેતાઓને પોત પોતાના ઘરોમાં નજરકેદ કરાયા હતાં.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન બિલ 2019ને રજુ કર્યું હતું. આ બિલના પક્ષમાં 125 મત અને વિરોધમાં 61 મત પડ્યાં હતાં. આ બિલને રજુ કરતા પહેલા સરકારે સુરક્ષા કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વધારી દીધી હતી.
હવે કેવું હશે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સ્વરૂપ?
ઉલ્લેખનીય છે કે બંધારણની કલમ 370ને ખતમ કરવાના કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું સ્વરૂપ કઈંક આવું હશે. જમ્મુ અને કાશ્મીન પુર્નગઠન વિધેયક 2019:
- વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનું ગઠન
- તેમાં કારગિલ અને લેહ જિલ્લા સામેલ થશે.
- કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનું ગઠન
- તેમાં લદ્દાખ અને લેહ સિવાયના બાકીના તમામ વિસ્તારો સામેલ થશે.
- જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.
રાજ્યપાલનો દરજ્જો
હાલ રાજ્યના રાજ્યપાલ હવે કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીર તથા કેન્દ્રશાસિત લદ્દાખના ઉપ રાજ્યપાલ હશે.
રાજ્યસભામાં પ્રતિનિધિત્વ
જમ્મુ અને કાશ્મીરના ચાર હાલના રાજ્યસભા સભ્ય કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીરના સભ્યો રહેશે. તેમનો કાર્યકાળ યથાવત રહેશે.
લોકસભામાં પ્રતિનિધિત્વ
કેન્દ્રશાસિત જમ્મુ અને કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠકો રહેશે. કેન્દ્ર શાસિત લદ્દાખમાં એક લોકસભા સીટ રહેશે.
જુઓ LIVE TV
ઉપરાજ્યપાલ, જમ્મુ અને કાશ્મીર વિધાનસભા
- કેન્દ્ર શાસિત પુડ્ડુચેરી માટે લાગુ કલમ 239એમાં રહેલી જોગવાઈ કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર માટે પણ લાગુ થશે.
- વિધાનસભામાં પ્રત્યક્ષ ચૂંટણીવાળી 107 બેઠકો રહેશે. (જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં પહેલા 111 બેઠકો હતી જેમાંથી 87 બેઠકો માટે ચૂંટણી થતી હતી.
- પાકિસ્તાનના કબ્જાવાળી 24 બેઠકો ખાલી રહેશે. (પહેલીના વિધાનસભામાં જે રીતે ખાલી રહેતી હતી)
- ઉપરાજ્યપાલ વિધાનસભામાં બે મહિલા સભ્યોને નામાંકિત કરી શકે છે.
- વિધાનસભાનો કાર્યકાળ હવે છ વર્ષની જગ્યાએ પાંચ વર્ષનો રહેશે.
- કેન્દ્રીય કાયદા કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં પણ લાગુ થશે.
સરકારે વિધાનસભા ક્ષેત્રોના પરિસીમનનો પ્રસ્તાવ રજુ કર્યો
- વિધાનસભા સીટોનું પુર્નગઠન થશે અને સીટોના નક્શા તૈયાર કરવામાં આવશે.
- હાલ જમ્મુ ક્ષેત્રમાં 37 વિધાનસભા સીટ છે જ્યારે કાશ્મીરમાં 46 સીટો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે