Corona Update: અત્યંત ચોંકાવનારા આંકડા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધુ કેસ, કોરોનાની લેટેસ્ટ સ્થિતિ જાણો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના 37,724 નવા દર્દીઓ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ આ સાથે જ કુલ કેસનો આંકડો 11,92,915 પર પહોંચી ગયો છે. જેમાંથી 411133 એક્ટિવ કેસ છે. જ્યારે 7,53,050 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 28,732 લોકોના મૃત્યુ થયા છે. 

Corona Update: અત્યંત ચોંકાવનારા આંકડા, દેશમાં છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધુ કેસ, કોરોનાની લેટેસ્ટ સ્થિતિ જાણો

નવી દિલ્હી:  દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37,724 નવા દર્દીઓ નોંધાયા છે અને એક જ દિવસમાં 648 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ આ સાથે જ કુલ કેસનો આંકડો 11,92,915 પર પહોંચી ગયો છે. જેમાંથી 411133 એક્ટિવ કેસ છે. જ્યારે 7,53,050 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 28,732 લોકોના મૃત્યુ થયા છે. 

Total #COVID19 positive cases stand at 11,92,915 including 411133 active cases, 7,53,050 cured/discharged/migrated and 28,732 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/U1M6Wdqqyw

— ANI (@ANI) July 22, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ 21 જુલાઈ સુધીમાં કુલ 1,47,24, 546 સેમ્પલ ટેસ્ટ કરાયા છે જેમાંથી 3,43,243 સેમ્પલ્સ ગઈ કાલે ટેસ્ટ કરાયા હતાં. 

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં 327031 કેસ નોંધાયા છે જ્યારે 12276 લોકોએ જીવલેણ વાયરસથી જીવ ગુમાવવા પડ્યા છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં 180643 લોકો કોરોનાના ચંગુલમાં ફસાયા જેમાંથી 2626     લોકોના મૃત્યુ થયાં. દેશની રાજધાની દિલ્હીમાં હવે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય તેવું જણાય છે. જ્યાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 125096 કેસ જોવા મળ્યાં છે. 

જુઓ LIVE TV

ગુજરાતના આંકડા ચોંકાવનારા છે કારણ કે ગઈ કાલે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1026 કેસ નોંધાયા. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 50 હજારને પાર ગયો. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 2201 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news