વર્ષ 2020ની શરૂઆતથી જ મળ્યા હતાં ભયાનક ઘટનાઓના સંકેત, આગળ પણ નહીં મળે રાહત!, ખાસ વાંચો
Trending Photos
નવી દિલ્હી: વર્ષ 2020માં માનવતા જે કષ્ટમાંથી પસાર થઈ રહી છે તેવો સમય ઈશ્વર આગળ ન બતાવે તો સારું. પરંતુ આ કોઈ એકાએક આવી પડેલી સમસ્યા નથી. આ બધા અંગેના સંકેતો તો પહેલેથી મળી રહ્યાં હતાં. વર્ષ 2020ની શરૂઆતથી જ ગ્રહોના એવા સંકેતો જોવા મળી રહ્યાં હતાં કે આ વર્ષ સારું વિતશે નહીં. એવી આશંકા સાચી પણ સાબિત થઈ રહી છે. કોરોના સંકટ તો કદાચ વીતી પણ જશે પરંતુ માનવ સભ્યતાએ હજુ પણ ઘણું બધુ જોવાનું બાકી છે.
વર્ષ 2020 સંપૂર્ણ રીતે ગ્રહણની ઝપેટમા
જો કે સૂર્ય કે ચંદ્રમાનું ગ્રહણ લાગવું એ એક ખગોળીય ઘટના છે. પરંતુ જ્યોતિષ અને કર્મકાંડમાં ગ્રહણને સારું ગણવામાં આવતું નથી. આ દરમિયાન આસુરી કે તામસી શક્તિઓની તાકાત વધે છે અને દૈવીય શક્તિઓ નબળી પડે છે. આ સ્થિતિ માનવતા માટે ઘાતક સાબિત થાય છે.
વર્ષ 2020 દરમિયાન અનેક ગ્રહણ જોવા મળશે. આથી આ વર્ષ ભારે તબાહી લઈને આવશે તેવા સંકેતો પહેલેથી મળી રહ્યાં હતાં. અવકાશી સ્થિતિ જણાવી છે કે ભૂખમરો, બીમારી, આર્થિક સંકટ, મહામારી, વિશ્વ યુદ્ધ, કુદરતી આફતો આ વર્ષે પ્રભાવી રહેશે. જેના કારણે વૃથ્વી પર વસતી માનવ વસ્તીએ ભારે કષ્ટ ઝેલવું પડશે.
વર્ષ 2020ની શરૂઆત જ ગ્રહણથી થઈ હતી
વર્ષ 2020ની શરૂઆત પહેલા જ 26 ડિસેમ્બર 2019ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ લાગ્યું હતું. આ ગ્રહણ વલયાકાર હતું. જે સવારે 8:17થી લઈને 10:57 સુધી ચાલ્યું હતું. આ દરમિયાન અજવાળું હોવાના કારણે ગ્રહણ દ્રશ્યમાન હતું. 2 કલાક 40 મિનિટ સુધી ચાલેલા આ ગ્રહણનો ખરાબ પ્રભાવ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરતો જોવા મળી રહ્યો છે.
તે સમયે તો બધાએ તેને સામાન્ય ગણી લીધુ. પરંતુ ત્યારબાદ દિલ્હીમાં રમખાણો થયા અને ફેબ્રુઆરી-માર્ચનો મહિનો આવતા સુધીમાં તો કોરોના વાયરસે ચીનથી બહાર નીકળીને સમગ્ર દુનિયામાં પગપેસારો કરી લીધો અને પ્રકોપ ફેલાવ્યો. ત્યારે દુનિયાને આ પૂર્ણ સૂર્યગ્રહણનો ખતરનાક પ્રભાવ જાણવા મળ્યો.
જ્યોતિષાચાર્યોએ આ સૂર્યગ્રહણને ખુબ ખરાબ ગણાવ્યું હતું. કારણ કે આ દરમિયાન સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ અને કેતુની યુતિ બની હતી. સૂર્ય, ચંદ્રમાનો ગ્રહણ દોષ, ચંદ્ર, શનિનો વિષ યોગ, સૂર્ય ચંદ્ર, શનિ, કેતુનો પિતૃદોષ હતો. જેની અસર સમગ્ર દુનિયા પર જોવા મળી રહી છે.
વર્ષ 2020ના મધ્યમાં 30 દિવસમાં 3 ગ્રહણ
આમ તો ગ્રહણને વિનાશકારી ગણવામાં આવે છે. પરંતુ જ્યારે 30 દિવસની અંદરના સમયગાળામાં બેથી વધુ ગ્રહણ પડે તો તેની વિધ્વંસક ક્ષમતા ત્રણગણી વધી જાય છે.
મેદિની જ્યોતિષ મુજબ જ્યારે પણ કોઈ એક મહિનામાં બેથી વધુ ગ્રહણ પડે અને પાપ ગ્રહોનો પણ તેના પર પ્રભાવ રહે તો તે સમય સંપૂર્ણ માનવ સભ્યતા માટે ખુબ જ ખરાબ સાબિત થાય છે.
આ વર્ષે 2020માં અષાઢ મહિને એટલે કે 6 જૂનથી 5 જુલાઈ વચ્ચે 3 ગ્રહણ પડવાના છે. જેમાંથી બે ગ્રહણ ભારતમાં જોવા મળશે. 5 જૂનના રોજ ચંદ્ર ગ્રહણ અને 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણ તથા ત્યારબાદ 5 જુલાઈના રોજ પાછું ચંદ્રગ્રહણ પડશે.
આ ત્રણ ગ્રહણ કાળની અસર દેશ દુનિયા માટે સારી ગણવામાં નથી આવી રહી. આ દરમિયાન માનવ જાતિ વિરુદ્ધ ધૃણિત અપરાધોમાં વધારો થશે. ધાર્મિક કટ્ટરપંથમાં વધારો થશે. લોકો એકબીજાના લોહી તરસ્યા થઈ જશે. આવશ્યક વસ્તુઓ મોંઘી થવાના કારણે લોકોની પહોંચ બહાર થશે. રોજગારની તકો ઘટવાના કારણે ભૂખમરાની સ્થિતિ પેદા થશે. રાષ્ટ્રાધ્યાક્ષોની મતિ ભ્રષ્ટ થવાના કારણે દુનિયા યુદ્ધમાં ધકેલાવાનું જોખમ વધી જશે. આ તમામ ઘટનાઓના સંકેત અત્યારથી જોવા મળી રહ્યાં છે.
આ છે જ્યોતિષની ગણતરી
જૂન મહિનામાં પડનારા ગ્રહણો દરમિયાન મિથુન અને ધનુ રાશિના અક્ષનું પીડિત થવું અમેરિકા અને પશ્ચિમના દે્શો માટે ખુબ જ વધુ અશુભ સાબિત થશે. 21 જૂનના રોજ સૂર્યગ્રહણ મિથુન રાશિમાં છે. આ સમય મંગળ જલીય રાશિ મીનમાં સ્થિત થઈને સૂર્ય, બુધ, ચંદ્રમા અને રાહુને જોશે જેનાથી ખુબ જ અશુભ સ્થિતિ પેદા થશે. આ ઉપરાંત ગ્રહણના સમયે 6 ગ્રહ શનિ, ગુરુ, શુક્ર, અને બુધ વક્ર રહેશે તથા રાહુ તથા કેતુ હંમેશા વક્ર માર્ગ પર જ ભ્રમણ કરે છે. આ છ ગ્રહોની ચાલ વક્ર થવાથી સમગ્ર દુનિયામાં ભારે ઉથલ પાથલની સ્થિતિ રહેશે.
ગ્રહણ કાળમાં મોટા ગ્રહો વક્ર થવાના કારણે ખુબ વધારે વરસાદ, સમુદ્રી તોફાનો, ચક્રવાત, મહામારી વગેરે માનવીય જીવન અને ધન સંપત્તિને ભારે નુકસાન કરે તેવી આશંકા છે. તેના પ્રભાવ સ્વરૂપે મહામારી અને ભૂખમરાથી દુનિયાની મોટી વસ્તી પ્રભાવિત થાય તેવી આશંકા છે.
વર્ષ 2020માં મંગળ ગ્રહ મીન રાશિના જળ તત્વને મથ આપશે. આ સ્થિતિ 5 મહિના સુધી જળવાઈ રહેશે. જેના કારણે અસામાન્ય રીતે ખુબ વરસાદ, અને મહામારીની આશંકાથી માનવ જાતિ પીડિત રહેશે.
શનિ, મંગળ અને ગુરુ જેવા મોટા ગ્રહોના પ્રભાવથી દુનિયા આર્થિક મંદીના દુષ્ચક્રમાં ફસાઈ જશે. જેના કારણે સામાન્ય જનતા પર ભૂખમરાની ખુબ જ ખરાબ અસર જોવા મળશે.
સમગ્ર વર્ષમાં છે 6 ગ્રહણ
વર્ષ 2020માં ગ્રહણોની હારમાળા છે. આ વર્ષે કુલ 6 ગ્રહણ છે. સમગ્ર વર્ષનો હિસ્સો ગ્રહણની ઝપેટમાં રહેશે. ખાસ વાત એ છે કે આ ગ્રહણ દુનિયાના દરેક ભાગને પ્રભાવિત કરતા જોવા મળી રહ્યાં છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં માનવજાતિએ કષ્ટ ઝેલવું પડશે.
10 જાન્યુઆરી 2020ના રોજ ચંદ્રગ્રહણ
રાતે 10 વાગ્યેને 37 મિનિટથી 11 જાન્યુઆરી 2 વાગ્યે ને 42 મિનિટ સુધી ગ્રહણ રહ્યું હતું. તે ભારત, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યું હતું.
5 જૂન 2020ના રોજ ચંદ્રગ્રહણ
રાત્રે 11 વાગ્યે ને 15 મિનિટથી 6 જૂનના રોજ 2 વાગ્યે ને 34 મિનિટ સુધી ચંદ્રગ્રહણ રહેશે. જે ભારત, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે.
21 જૂન 2020ના રોજ સૂર્યગ્રહણ
સવારે 9 વાગ્યે ને 15 મિનિટથી બપોરે 15 વાગ્યે અને 03 મિનિટ સુધી સૂર્યગ્રહણની અસર રહેશે. આ ગ્રહણ ભારત, દક્ષિણ પૂર્વ યુરોપ અને એશિયા પર પોતાની અસર દેખાડશે.
5 જુલાઈ 2020ના રોજ ચંદ્રગ્રહણ
સવારે 8 વાગ્યેને 37 મિનિટથી 11 વાગ્યે ને 22 મિનિટ સુધી ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ અમેરિકા, દક્ષિણ પૂર્વ યુરોપ અને આફ્રિકામાં જોવા મળશે.
30 નવેમ્બર 2020ના રોજ ચંદ્રગ્રહણ
આ ગ્રહણ બપોરે 13 વાગ્યે ને 2 મિનિટથી શરૂ થશે અને સાંજે 17વાગ્યે ને 23 મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણ ભારત, અમેરિકા, પ્રશાંત મહાસાગર, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે.
14 ડિસેમ્બર 2020ના રોજ સૂર્યગ્રહણ
સાંજે 19 વાગ્યેને 3 મિનિટથી શરૂ થશે અને 15 ડિસેમ્બરના રોજ 12 વાગ્યા સુધી સૂર્યગ્રહણ ચાલશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. તેને પ્રશાંત મહાસાગરમાં જોઈ શકાશે. એટલે કે તેની અસર સમુદ્રી આફતો તરીકે જોવા મળશે.
નાસ્ત્રાદેમસે પણ કરી છે ભવિષ્યવાણી
દુનિયાના મહાન જ્યોતિષ મિશેલ ધ નાસ્ત્રાદેમસે પણ આજથી 500 વર્ષ પહેલા વર્ષ 2020 વિનાશકારી હોવાની ચેતવણી આપી હતી. તેમની ચેતવણીઓ મુજબ વર્ષ 2020 દરમિયાન અનેક આ પ્રકારની ઘટનાઓ ઘટવાની આશંકા છે....
- વર્ષ 2020માં અનેક દેશો પરસ્પર ટકરાશે અને દુનિયા સામે સદીનું સૌથી મોટું આર્થિક સંકટ આવી શકે છે.
- 2020માં દુનિયાના મોટા દેશોમાં ગૃહ યુદ્ધ જેવા હાલાત જોવા મળશે અને લોકો રસ્તાઓ પર ઉતરી આવશે તથા તોફાનો થશે.
- 2020માં રશિયામાં કોઈ મોટા નેતની હત્યાની કોશિશ થઈ શકે છે. જેનાથી ભારે ઉથલપાથલ મચશે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષને અંગત રીતે ખુબ મોટું નુકસાન થવાની આશંકા છે.
- નાસ્ત્રાડેમસની ભવિષ્યવાણીમાં વર્ષ 2020 દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. જેની પૃષ્ઠભૂમિ તૈયાર થતી જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે