સુશાંત કેસની CBI તપાસને સુપ્રીમની લીલી ઝંડી, NCP સુપ્રીમોના પૌત્રએ કહ્યું 'સત્યમેવ જયતે'
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput Death Case) માં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુપ્રીમે આ સાથે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમના આ આદેશથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે એનસીપી નેતા પાર્થ પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટરથી ટ્વિટ કરીને સત્યમેવ જયતે લખીને સીબીઆઈ તપાસને યોગ્ય ઠેરવી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput Death Case) માં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુપ્રીમે આ સાથે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમના આ આદેશથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે એનસીપી નેતા પાર્થ પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટરથી ટ્વિટ કરીને સત્યમેવ જયતે લખીને સીબીઆઈ તપાસને યોગ્ય ઠેરવી દીધી છે.
सत्यमेव जयते!
— Parth Pawar (@parthajitpawar) August 19, 2020
આ સમગ્ર મામલે હવે ભાજપ પણ આક્રમક બની છે અને મહારાષ્ટ્રના ગૃહમંત્રીનું રાજીનામું માંગ્યું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પુત્ર અને એનસીપી અધ્યક્ષ શરદ પવારના પૌત્ર (ભત્રીજાના પુત્ર) પાર્થ પવારે ટ્વિટ કરીને લખ્યું કે સત્યમેવ જયતે.... સત્યની જીત થાય છે. તેમણે આ કેસમાં સીબીઆઈ તપાસની માગણી કરી હતી. ત્યારે શરદ પવારે તેમને વખોડ્યા હતાં.
આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું કે આશા છે કે નક્કી સમયમર્યાદાની અંદર ન્યાય મળશે. કરણી સેના અધ્યક્ષ સુરજ પાલે કહ્યું કે હવે હત્યારાઓને જેલમાં જતા કોઈ રોકી શકશે નહીં. સત્યનો વિજય થશે. ભાજપના નેતા નિતિશ રાણેએ પણ આ મામલે ટ્વિટ કરીને કહ્યું કે બેબી પેંગ્વિન તો ગયો...ઈટ્સ શો ટાઈમ....
Ab Baby penguin toh giyo!!!
It’s SHOWTIME! #JusticeForSSR
— nitesh rane (@NiteshNRane) August 19, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે