કોરોના કરતા પણ વધુ ડરાવનો IMFનો રિપોર્ટ, દુનિયાની એક-એક વ્યક્તિને રડાવશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં પ્રયાસો થઈ રહ્યાં છે. Lockdownને લાગુ કરવાને કારણે ખતરનાક વૈશ્વિક મંદી આવવાની શક્યતા છે. હાલની મંદીની ગંભીરતાનો અંદાજો માત્ર આ વાતથી લગાવી શકાય છે કે, તે 2008માં આવેલ સ્લોડાઉન કરતા પણ વધુ હશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં ગત ત્રણ મહિનાથી ચાલી રહેલ લોકડાઉન બાદ મોટાભાગની ફાઈનાન્સ રિસર્ચ કંપનીઓ આર્થિક મંદીના સંકેત આપી ચૂકી છે.
પીપળાના ઝાડ પર પાણી ચઢાવાથી કોરોનાથી બચશો.. આ મેસેજથી દોડતી થઈ મહિલાઓ....
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે, હવે આપણે મંદીમાં છીએ, આ વૈશ્વિક ફાઈનાન્શિયલ સંકટથી પણ બદતર છે. જ્યોર્જિવાએ જોર આપીને કહ્યું કે, દુનિયાભરમાં કોવિડ-19થી લડાઈ વચ્ચે જીવ બચાવવા અને આજીવિકાની રક્ષા પર સાથે કામ કરવાની આવશ્યકતા છે.
ભાવનગર : નવા 2 કેસમાં નિઝામુદ્દીન કનેક્શન નીકળ્યું, એક જ પરિવારની 2 મહિલા
ચીન અને અમેરિકાનું લોકડાઉન કરશે અસર
જાણકારોનું કહેવુ છે કે, જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી ચીનની અર્થવ્યવસ્થા પૂરી રીતે ઠપ્પ થઈ રહી છે. ગત મહિનાથી અમેરિકા તેમજ યુરોપના મોટાભાગના દેશો કોરોના વાયરસના સંક્રમણને કારણે બંધ થયા છે. આવામાં વૈશ્વિક મંદીથી બચવુ મુશ્કેલ છે. વર્લ્ડ બેંક (World Bank) પહેલે જ ચેતવણી આપી ચૂક્યુ છે કે, કોરોના વાયરસ સંક્રમણને કારણે વિકાસશીલ દેશો પર ખરાબ અસર પડવાની છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો પહેલો કિસ્સો ચીનના વુહાન શહેરમાંથી 30 ડિસેમ્બરની આસપાસ મળ્યો હતો. તેના બાદ ગત ત્રણ મહિનાથી સમગ્ર દુનિયામાં વાયરસ ફેલાતો ગયો છે. માત્ર ત્રણ મહિનાની અંદર જ દુનિયાના 181 દેશો આ વાયરસથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી આ વાયરસને કારણે 11 લાખ લોકો અસર પામ્યા છે. જ્યારે કે, 58 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે