Zee Exclusive: કોરોનાની થપાટથી હેરાન પરેશાન જનતાને મળવાની છે મોદી સરકારની વધુ એક ભેટ

ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા ભારત માટે કોરોના વાયરસ અભિષાપ બનીને આવ્યો છે. 21 દિવસના લોકડાઉનના કારણે દેશમાં કારોબાર લગભગ ઠપ્પ છે. કંપનીઓએ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

Zee Exclusive: કોરોનાની થપાટથી હેરાન પરેશાન જનતાને મળવાની છે મોદી સરકારની વધુ એક ભેટ

નવી દિલ્હી: ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા ભારત માટે કોરોના વાયરસ અભિષાપ બનીને આવ્યો છે. 21 દિવસના લોકડાઉનના કારણે દેશમાં કારોબાર લગભગ ઠપ્પ છે. કંપનીઓએ મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સામાન્ય જનતા પરેશાન છે. આવામાં મોદી સરકાર આમ જનતાને કોરોનાના મારથી બચાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. 

હાલમાં સરકારે મફત રાશનથી લઈને હોમ લોન, કાર લોન અને ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ ભરવામાં છૂટ જેવી અનેક જાહેરાતો કરી છે. હવે આમ જનતાથી લઈને વીજકંપનીઓને પણ સરકાર એક ભેટ આપવા જઈ રહી છે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ વીજ ક્ષેત્ર માટે સરકારે રાહત પેકેજ બહાર પાડ્યું છે. સરકારે માન્યું કે વીજળીના ગ્રાહકો આગામી ત્રણ મહિના સુધી વીજ બિલ ભરવામાં સક્ષમ લાગતા નથી. આથી વીજ કંપનીઓ પાસે કેશની કમી રહેશે જેથી કરીને ઊર્જા મંત્રાલયે રાહતની જાહેરાત કરી છે. 

જે મુજબ વીજ વિતરણ કંપની વીજ નિર્માણ કરનારી કંપનીઓને બાકી રકમ પાછળથી પણ ચૂકવી શકે છે. તેમને વીજળી મળતી રહેશે. તેમને તત્કાળ પૈસા ચૂકવવા માટે ફોર્સ કરાશે નહીં. વીજળી વિતરણ કંપનીઓને એડવાન્સમાં પણ હવે ફક્ત 50 ટકા રકમ આપવી પડશે. 

જુઓ LIVE TV

વીજ ગ્રાહકોને મળશે ફાયદો
CERC (સેન્ટ્રલ ઈલેક્ટ્રિસીટી રેગ્યુલેટરી કમિશન) વીજળી વિતરણ કંપનીઓ પર લેટ ચાર્જ સરચાર્જ વગેરે લગાવશે નહીં. જેનો અર્થ એ પણ છે કે વિતરણ કંપનીઓ ગ્રાહકો પાસેથી પણ લેટચાર્જ કે પેનલ્ટી ન લેવાની સુવિધા આપી શકે છે. 

રેલવે આ રીતે કરશે મદદ
70 ટકા વીજળી કોલસાથી બને છે. આથી કોલસાની આપૂર્તિમાં વિધ્ન આવશે નહીં. આ માટે રેલવેને પણ મદદ કરવાનું જણાવાયું છે. આ બધી કવાયતનો હેતુ કોરોનાના કારણે ઉભી થયેલી સમસ્યાને પહોંચી વળવા 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news