Article 35a News

જમ્મુના મેયર ચંદ્રમોહનનું મહત્વનું નિવેદન, ‘અમારે જમ્મુમાં મિની ગુજરાત બના
ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલ (All India Mayors Council) ના સભ્યોની એક બેઠકનું આયોજન સુરત (Surat)માં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખાસ જમ્મુ-કાશ્મીરથી આવેલા જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા (ChandraMohan Gupta)એ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. ચંદ્રમોહન ગુજરાત અને સુરતના વિકાસથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, સરકારે 370 ની (Article 370) કલમ હટાવીને ખૂબ મહત્વનું પગલું ભર્યું છે. જમ્મુ કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે, ત્યારે જમ્મુનો વિકાસ કરવો એ અમારા માટે મહત્વનું છે. ગુજરાતીઓ સૌથી વધુ જમ્મુ-કાશ્મીર (jammu Kashmir) ની મુલાકાત લે છે. ત્યારે અમારી ઇચ્છા છે કે અમારે જમ્મુમાં મિની ગુજરાત બનાવવું છે. ગુજરાતના લોકોના ઘર જમ્મુમાં હોય અને બિઝનેસ માટેની ઓફિસો પણ ત્યાં હોય તેવું અમે ઈચ્છીએ છીએ.
Oct 13,2019, 14:29 PM IST
UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે
જેનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતની તરફ સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને  આકરો જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર ખોટુ જ બોલ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક  મુદ્દો છે, બાહરી દખલ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370) ને હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવાયું છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણયની કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.
Sep 10,2019, 20:45 PM IST
UNHRC માં જુઠ્ઠાણાનો ભારો લઇ પહોંચ્યા પાક. વિદેશ મંત્રી:હવે ભારત આપશે જવાબ
Sep 10,2019, 16:11 PM IST

Trending news