કોરોનાકાળમાં ડ્રેગનનું નવું ષડયંત્ર! હવે આ બે દેશને ગણાવ્યાં ચીનનો હિસ્સો

દક્ષિણ ચીન સાગરના મોટા હિસ્સા અને માઉન્ટ એવરેસ્ટ પર દાવો ઠોક્યા બાદ હવે ચીનની બે વેબસાઈટ એવો દાવો કરી રહી છે કે મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન ચીનનો ભાગ રહ્યા છે. ચીનની એક વેબસાઈટ Tuotiao.com એ હાલમાં જ એક લેખ પ્રકાશિત કર્યો છે જેનું શિર્ષક છે 'સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પણ કિર્ગિસ્તાન ચીન કેમ પાછું ન ફર્યું?' લેખમાં એવું વિસ્તારથી લખવામાં આવ્યું છે કે ખાન રાજવંશ હેઠળ કિર્ગિસ્તાનના 5,10,000 વર્ગ કિમી, જેનો આશય છે કે સમગ્ર દેશ ચીનનો ભાગ હતો, પરંતુ રશિયન સામ્રાજ્યે આ વિસ્તાર પર કબ્જો જમાવ્યો હતો. લેખમાં એવું કહેવાયું છે કે મંગોલિયાની જેમ જ કિર્ગિસ્તાન પણ ચીનનો ભાગ હતો. 
કોરોનાકાળમાં ડ્રેગનનું નવું ષડયંત્ર! હવે આ બે દેશને ગણાવ્યાં ચીનનો હિસ્સો

નવી દિલ્હી: દક્ષિણ ચીન સાગરના મોટા હિસ્સા અને માઉન્ટ એવરેસ્ટ પર દાવો ઠોક્યા બાદ હવે ચીનની બે વેબસાઈટ એવો દાવો કરી રહી છે કે મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન ચીનનો ભાગ રહ્યા છે. ચીનની એક વેબસાઈટ Tuotiao.com એ હાલમાં જ એક લેખ પ્રકાશિત કર્યો છે જેનું શિર્ષક છે 'સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પણ કિર્ગિસ્તાન ચીન કેમ પાછું ન ફર્યું?' લેખમાં એવું વિસ્તારથી લખવામાં આવ્યું છે કે ખાન રાજવંશ હેઠળ કિર્ગિસ્તાનના 5,10,000 વર્ગ કિમી, જેનો આશય છે કે સમગ્ર દેશ ચીનનો ભાગ હતો, પરંતુ રશિયન સામ્રાજ્યે આ વિસ્તાર પર કબ્જો જમાવ્યો હતો. લેખમાં એવું કહેવાયું છે કે મંગોલિયાની જેમ જ કિર્ગિસ્તાન પણ ચીનનો ભાગ હતો. 

આ વેબસાઈટના વાચકોની સંખ્યા 750 મિલિયન છે અને કન્ટેન્ટના મામલે તે ચીનનું સૌથી મોટું મોબાઈલ પ્લેટફોર્મ છે. આ બધા વચ્ચે બેઈજિંગ સ્થિત ચીનની જ એક અન્ય પ્રમુખ ઈન્ટરનેટ કંપની Sohu.com એ એક લેખ પ્રકાશિત કર્યો જેમાં કહેવાયું કે કઝાકિસ્તાન તે વિસ્તારોમાં સ્થિત છે જે ઐતિહાસિક રીતે ચીનનું છે. તેના આ લેખ પર 14મી એપ્રિલે દેશના ચીની રાજદૂત ઝાંગ જિઓને તત્કાળ તેડું મોકલવામાં આવ્યું હતું. 

મધ્ય એશિયાઈ દેશોને ચીનથી ખુબ રોકાણ મળેલુ છે. પરંતુ આ રોકાણે તે દેશોને ચીન માટે 'આર્થિક રીતે નબળા' બનાવી દીધા છે. કિર્ગિસ્તાનને ચીની એક્ઝિમ બેંક પાસેથી 1.7 બિલિયન ડોલર ઉધાર લીધા છે. જે કહેવાય છે કે દેશના કુલ વિદેશી દેવાના 43 ટકા છે. વાત જો કઝાકિસ્તાનની કરીએ તો તેના ઉર્જા ક્ષેત્રમાં ચીનની મોટી ભૂમિકા છે. 

આ ઘટનાક્રમ ત્યારના છે જ્યારે સપ્તાહના અંતમાં ચીનના CGTN એ માઉન્ટ એવરેસ્ટની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું હતું કે દુનિયાના સૌથી ઊંચા શીખર ચીનના તિબ્બત સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે. ત્યારબાદ ટ્વીટને હટાવી દેવામાં આવી અને એક નવી ટ્વીટ કરાઈ જેમાં કહેવાયું કે દુનિયાનું સૌથી ઊંચું શીખર ચીન-નેપાળ સરહદ પર સ્થિત છે. 

ગત મહિને ચીને દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત દ્વિપો માટે એક નવી શાસન પ્રણાલીની જાહેરાત કરી હતી. જેનાથી ફક્ત ચીનના પાડોશી દેશો જ નહીં પરંતુ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો તરફથી પણ આકરી પ્રતિક્રિયા આવી હતી. 

ચીને દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત પેરાસેલ અને સ્પ્રેટલી દ્વિપ પર શાસન કરવા માટે બે જિલ્લાઓની સ્થાપનાને મંજૂરી આપી. પ્રત્યેક ક્ષેત્રની એક સ્થાનિક સરકાર હશે. સ્પ્રેટલી દ્વિપ સમૂહોની સરકાર ફાઈયરી ક્રોસ રીફ પર સ્થિત હશે, આ એ વિસ્તાર છે જ્યાં ચીન દ્વારા ભૂમિ સંશોધન દ્વારા દ્રઢ કરાઈ છે. હૈનાન પ્રાંતમાં સંશા શહેરમાં બનાવવામાં આવેલા જિલ્લામાંથી એક પેરાસેલ દ્વિપ પર શાસન કરશે. 

આ અગાઉ ચીને વિસ્તારમાં પોતાની સંપ્રભુતાને સાબિત કરવા માટે દક્ષિણ ચીન સાગરમાં 25 દ્વિપો/રીફ અને પાણીમાં મળી આવતા 55 સત્વો માટે નવા નામ બહાર પાડ્યા હતાં. જેના કારણે ચીનના પાડોશી દેશો નારાજ થયા હતાં. વિયેતનામે ચીનની આ કાર્યવાહીનો પૂરજોશમાં વિરોધ કરતા કહ્યું હતું કે તે તેમના દેશની સંપ્રભુતાનો ભંગ કરે છે અને અમાન્ય છે. 

જુઓ LIVE TV

નારાજ ફિલિપાઈન્સે મનીલામાં ચીની દૂતાવાસમાં એક રાજનયિક વિરોધ પણ નોંધ કરાવ્યો. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિઝ પાયનેએ દક્ષિણ ચીન સાગરમાં ચીનની કાર્યવાહીની ટીકા કરતા કહ્યું કે જ્યારે દુનિયા કોરોના વાયરસ સામે લડવામાં વ્યસ્ત છે તો તે દરમિયાન ચીન સમુદ્રમાં ક્ષેત્રીય સીમાના વિસ્તારમાં લાગ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news