કોરોનામુક્ત થયેલા આ દેશમાં ફરીથી જીવલેણ વાયરસની એન્ટ્રી, PMએ આપી ચેતવણી 

કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ન્યૂઝેલન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો 24 દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો.

કોરોનામુક્ત થયેલા આ દેશમાં ફરીથી જીવલેણ વાયરસની એન્ટ્રી, PMએ આપી ચેતવણી 

વેલિન્ગટન: કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યૂઝીલેન્ડમાં એકવાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાયરસના બે નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ ન્યૂઝેલન્ડનો કોરોના વાયરસથી મુક્ત રહેવાનો 24 દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો. ન્યૂઝીલેન્ડે કોરોના વાયરસના એક પણ કેસ સામે ન આવ્યા બાદ ગત સપ્તાહે તમામ આર્થિક અને સામાજિક પ્રતિબંધોને હટાવી લીધા હતાં. આ બધા વચ્ચે દેશના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ચેતવણી આપી કે આવનારા સમયમાં વધુ નવા કેસ સામે આવી શકે છે. કારણ કે દેશના કેટલાક નાગરિકો ઘરે પાછા ફરી રહ્યાં છે અને કેટલાક અન્યને વિશેષ પરિસ્થિતિઓમાં આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ બંને નવા કેસમાં નાગરિકો બ્રિટનથી પાછા ફર્યા હતાં અને એક બીજા સાથે જોડાયેલા છે. આ અગાઉ સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે અંતિમ વ્યક્તિ કે જેમાં ચેપની પુષ્ટિ થઈ હતી તે હવે સ્વસ્થ થઈ ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવ્યાં હતાં કે દેશમાં વિદેશથી નવા કેસ સામે આવી શકે છે. જેણે કેટલીક છૂટછાટો સાથે પોતાના નાગરિકો અને લોકોને બાદ કરતા અન્ય તમામ માટે પોતાની સરહદો સીલ કરી છે.

જુઓ LIVE TV

વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ 50 લાખની વસ્તીવાળા આ દેશને બીમારીનો સફાયો કરવામાં અનેક કારણોએ મદદ કરી. દક્ષિણ પ્રશાંતમાં આ એકાંતમાં હોવાના કરાણે તેને અન્ય દેશોમાં વાયરસના પ્રસારને જોવા અને સમજવાનો પૂરતો સમય મળ્યો.તથા પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ન્યૂઝીલેન્ડમાં પ્રકોપની શરૂઆતમાં જ કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડમાં માત્ર 1500ની આસપાસ લોકો સંક્રમિત થયા અને 22 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news