લો બોલો...આ દેશના કોરોના પોઝિટિવ રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ કરી બાઈકસવારી 

બ્રાઝિલ (Brazil) ના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો (Jair Bolsonaro)  કોરોના પોઝિટિવ (Corona Positive)  છે અને તેમની સારવાર ચાલુ છે. પરંતુ આમ છતાં તેમના શોખમાં કોઈ કમી આવી નથી. શુક્રવારે તેઓ બાઈક સવારી કરતા જોવા મળ્યાં. રાષ્ટ્રપતિએ પહેલા તો પોતાના અધિકૃત નિવાસ સ્થાન અલ્વોરદા પેલેસ (Alvorada Palace) પરિસરમાં પક્ષીઓને દાણા નાખ્યાં. ત્યારબાદ સૂર્યાસ્ત પછી મોટરસાઈકલ પર સવાર થઈને મેદાનમાં અનેક ચક્કર માર્યાં. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેમને એક પક્ષીએ બટકું પણ ભરી લીધુ હતું. 
લો બોલો...આ દેશના કોરોના પોઝિટિવ રાષ્ટ્રપતિએ ખુલ્લેઆમ કરી બાઈકસવારી 

રિયો ડી જનેરિયો: બ્રાઝિલ (Brazil) ના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારો (Jair Bolsonaro)  કોરોના પોઝિટિવ (Corona Positive)  છે અને તેમની સારવાર ચાલુ છે. પરંતુ આમ છતાં તેમના શોખમાં કોઈ કમી આવી નથી. શુક્રવારે તેઓ બાઈક સવારી કરતા જોવા મળ્યાં. રાષ્ટ્રપતિએ પહેલા તો પોતાના અધિકૃત નિવાસ સ્થાન અલ્વોરદા પેલેસ (Alvorada Palace) પરિસરમાં પક્ષીઓને દાણા નાખ્યાં. ત્યારબાદ સૂર્યાસ્ત પછી મોટરસાઈકલ પર સવાર થઈને મેદાનમાં અનેક ચક્કર માર્યાં. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા તેમને એક પક્ષીએ બટકું પણ ભરી લીધુ હતું. 

બોલ્સોનારોના બંને રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેમને અધિકૃત નિવાસસ્થાને ક્વોરન્ટાઈન કરાયા છે. રાષ્ટ્રપતિનું કહેવું છે કે તેમની સારવાર ચાલુ છે અને તેઓ પહેલા કરતા સારું મહેસૂસ કરી રહ્યાં છે. બોલ્સોનારો શરૂઆતથી જ કોરોનાને અવગણતા આવ્યાં છે. તેમણે ક્યારેય આ મહામારીને રોકવા માટે લાગુ કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. તેમણે વાયરસને ફેલાતો અટકાવવા માટે મેયરો અને ગવર્નરો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોની મજાક ઉડાવતા કહ્યું હતું કે તેમની અર્થવ્યવસ્થા પર તેની જે અસર પડશે તે આ વાયરસ કરતા પણ ખરાબ અસર હશે. 

જ્યારે માર્ચમાં કોરોના વાયરસે બ્રાઝિલમાં મોટા પાયે ફેલાવવાનું શરૂ કર્યું તો બોલ્સોનારોએ કહ્યું હતું કે તેઓ એક એથલિટ રહી ચૂક્યા છે એટલે કોરોના તેમનું કશું બગાડી શકે તેમ નથી. એટલું જ નહીં ફૂટબોલ સ્પર્દાઓ પણ જલદી શરૂ કરવા માટે તેમણે એટલે સુધી કહી દીધુ કે ફૂટબોલર કોરોનાથી નહીં મરે, તેમની ઈમ્યુનિટી સારી હોય છે. કદાચ આ જ કારણ છે કે હવે તેઓ પોતે ફરીથી કોરોના સંક્રમિત થયા છે. 

જુઓ LIVE TV

બ્રાઝિલ અમેરિકા બાદ બીજો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપતા કહ્યું કે જો જલદી સ્થિતિ કાબુમાં ન લેવાઈ તો હાલાત વધુ ખરાબ થશે. સૌથી મોટો સવાલ એ છે કે શું સંક્રમિત થયા બાદ રાષ્ટ્રપતિ કોરોના મહામારીને હવે ગંભીરતાથી લેશે? બ્રાઝિલમાં સંક્રમિતોની સંખ્યા 2 મિલિયનને પાર કરી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news