Hydroxychloroquine અંગે ચોંકાવનારો દાવો, અમેરિકામાં 368 દર્દીઓ પર થયો અભ્યાસ

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ-19ની સારવારમાં પ્રભાવી નથી. અભ્યાસમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે દુનિયાના અનેક દેશો દ્વારા આ દવાના મોટા પાયે ઉપયોગ કરવાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જ દવાને કોવિડ-19 સામેની લડતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનને ગેમ ચેન્જર દવા ગણાવી હતી. 

Hydroxychloroquine અંગે ચોંકાવનારો દાવો, અમેરિકામાં 368 દર્દીઓ પર થયો અભ્યાસ

ન્યૂયોર્ક: એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ-19ની સારવારમાં પ્રભાવી નથી. અભ્યાસમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે દુનિયાના અનેક દેશો દ્વારા આ દવાના મોટા પાયે ઉપયોગ કરવાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  કોવિડ-19 સામેની લડતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનને ગેમ ચેન્જર દવા ગણાવી હતી. 

પ્રિપ્રિન્ટ સર્વર મેડઆરએસઆઈવીમાં પ્રકાશિત આ અભ્યાસમાં અણેરિકાના અનેક મોટા સ્વાસ્થ્ય પ્રશાસન ચિકિત્સાકેન્દ્રોમાં દાખલ કોવિડ19ના દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અભ્યાસકર્તાઓએ હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઈસિન દવાઓના ઉપયોગ અને નિદાન તારણો વચ્ચે સંબંધ જાણી જોયો. 

અભ્યાસકર્તાઓનું માનવું છે કે સાંભળેલી વાતોના આધારે કોવિડ-19ના ઉપચારમાં એકલી હાઈડ્રોક્સીક્લોરોક્વીન કે એઝિથ્રોમાઈસિનના મેળ સાથે તેનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ 11 એપ્રિલ સુધી અમેરિકાના તમામ વેટરન્સ હેલ્થ એડમિનિસ્ટ્રેશન મેડિકલ સેન્ટર્સમાં દાખલ સાર્સ-સીઓવી-2થી સંક્રમિત દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું. 

જુઓ LIVE TV

તેમણે 368 દર્દીઓને અલગ અલગ શ્રેણીઓમાં વહેંચ્યા. એકમાં એવા દર્દીઓ હતાં જેમને ફક્ત હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા અપાઈ, એવા પણ દર્દીઓ હતાં જેમને હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝિથ્રોમાઈસિનનો મેળ કરીને દવા અપાઈ. 

પ્રાથમિક તારણોમાં જાણવા મળ્યું છે કે કેટલાક દર્દીઓના મોત થયા અને કેટલાકને વેન્ટિલેટરની જરૂર પડી. જેના આધારે વૈજ્ઞાનિકોએ કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે જેનાથી જાણવા મળે કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોવિડ 19 સંક્રમિત દર્દીઓમાં મિકેનિકલ વેન્ટિલેશનની જરૂરિયાતને ઓછી કરતી હોય. 

(ઈનપુટ: ભાષા)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news