ઈરાની મીડિયાનો મોટો દાવો, અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલામાં 80 લોકોના મોત

ઈરાન (Iran) ની ઈસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરીને તેના અનેક ફાઈટર વિમાનોને નષ્ટ કર્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી (IRNA) સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું કે IRGC દ્વારા બેલિસ્ટિક મિસાઈલોથી ટારગેટ કર્યા બાદ ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઊભેલા ફાઈટર વિમાનોમાં આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત ઈરાન મીડિયા દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ઈરાનના વળતા પ્રહારમાં 80 લોકોના મોત થયા છે. 

ઈરાની મીડિયાનો મોટો દાવો, અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર હુમલામાં 80 લોકોના મોત

તેહરાન: ઈરાન (Iran) ની ઈસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરીને તેના અનેક ફાઈટર વિમાનોને નષ્ટ કર્યા છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી (IRNA) સાથે વાત કરતા એક સૂત્રએ જણાવ્યું કે IRGC દ્વારા બેલિસ્ટિક મિસાઈલોથી ટારગેટ કર્યા બાદ ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઊભેલા ફાઈટર વિમાનોમાં આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત ઈરાન મીડિયા દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ઈરાનના વળતા પ્રહારમાં 80 લોકોના મોત થયા છે. 

— ANI (@ANI) January 8, 2020

અત્રે જણાવવાનું કે પ્રાથમિક રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે અમેરિકી આધાર પર IRGPના મિસાઈલ હુમલા બાદ કેટલાક અમેરિકી વિમાનોમાં આગ લાગી હતી. ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ મંગળવારે મોડી રાતે ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ડઝન જેટલી બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું 'ઓલ ઈઝ વેલ'
અમેરિકી સ્ટ્રાઈક (USA Air Strike) માં ઈરાની જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ના મોત  બાદ બદલાની કાર્યવાહીમાં ઈરાને ઈરાકમાં અમેરિકી સૈનાના બે ઠેકાણા પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. આ અગે પ્રથમ પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "બધુ ઠીક છે. (All is Well) હુમલાથી નુકસાન શું થયું તેની સમીક્ષા થઈ રહી છે. અમારી પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. કાલે સવારે નિવેદન આપીશ."

અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવમાં આજે ઈરાનમાં 3 મોટી ઘટના ઘટી જેમાંની એક અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર ઈરાન દ્વારા છોડાયેલી મિસાઈલો. બીજી દુર્ઘટના ઈરાનના તેહરાન શહેરમાં ઘટી જ્યાં તેહરાન સ્થિત ઈમામી ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે એક પેસેન્જર વિમાન ક્રેશ થયું અને સવાર તમામના મોત થયાં. વિમાનમાં 170 લોકો સવાર હતાં. ઈરાનના રેડ ક્રિસેન્ટ તરફથી કહેવાયું કે તેહરાનથી ઉડાણ ભર્યા બાદ બુધવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં સવાર 170 લોકોના મોત નિપજ્યાં. 

ईरान का दावा, बैलिस्टिक मिसाइल हमले में US के कई लड़ाकू विमान तबाह

આ ઉપરાંત ઈરાન (Iran) માં યુક્રેનનું પેસેન્જર પ્લેન ક્રેશ થયાની ખબર પહેલા જ ત્યાં ભૂકંપ (Earthquake) ના ઝટકા મહેસૂસ થયા હતાં. ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. એવું કહેવાય છે કે બુશેહરના પરમાણુ ઉર્જા કેન્દ્રની પાસે ભૂકંપના ઝટકા મહેસૂસ કરાયા. તે અગાઉ તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુક્રેનનું વિમાન ક્રેશ થયા હોવાના અહેવાલ આવ્યાં હતાં. આ વિમાનમાં 180 જેટલા મુસાફરો સવાર હતાં. વિમાન ક્રેશ થયું તેના 6 મિનિટ પહેલા જ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતાં. 

જુઓ LIVE TV

ઈરાનમાં જે ઘટનાઓ ઉપરાછાપરી જોવા મળી રહી છે તેનાથી બધાના હ્રદયના ધબકારા વધી ગયા છે. ઈરાને આજે ઈરાકમાં અમેરિકાના બે સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો. ગણતરીના કલાકોમાં યુક્રેનનું એક પેસેન્જર વિમાન તહેરાન એરપોર્ટ પાસે ક્રેશ થયું. જેમાં ક્રુ મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતાં. ત્યારબાદ ઈરાનમાં ભૂકંપના બે આંચકા આવ્યાં  તેવા અહેવાલ આવ્યાં. રિક્ટર સ્કેલ પર પહેલો આંચકો 5.5નો હતો જ્યારે બીજો આંચકો 4.9નો હતો. ખાસ વાત એ રહી કે આ આંચકો ઈરાનના ન્યૂક્લિયર પાવર રિએક્ટર પાસે મહેસૂસ કરાયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news