Corona Virus: જીવલેણ વાયરસ અંગે આવ્યા રાહત મળે તેવા સમાચાર, ખાસ જાણો
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ ચાલુ છે. દરેક દેશ કોવિડ 19ના દર્દીઓના જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ બધા વચ્ચે એક રિસર્ચના પરિણામોએ દુનિયાને થોડી રાહત આપી છે. સારા સમાચાર એ છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાયરસ અને તેનાથી પેદા થતી જટિલતાઓની સંભાવનાઓ ઓછી હોય છે.
મંગળવારે પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આ જીવલેણ વાયરસનો ચેપ લાગવાની શક્યતા ઓછી હોય છે. અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે વાયરસના બે નિદાન થયેલા લક્ષણો કિશોરો અને બાળકોના ફક્ત પાંચમા ભાગમાં જોવા મળે છે, જેમનામાં વાયરસ વિક્સિત થાય છે.
ઈટાલી, જાપાન, ચીન, કેનેડા, દક્ષિણ કોરિયા અને સિંગાપુર સહિત 32 દેશોના ડેટાથી જાણવા મળ્યું છે કે 70 વર્ષથી ઉપરના લોકોમાં વાયરસના લક્ષણો કેવી રીતે જોવા મળ્યાં. ઉમરના આધારે રિસર્ચર્સનું માનવું છે કે વિદ્યાર્થીઓની ઉંમરને જોતા, વૈશ્વિક રીતે શાલાઓ બંધ હોવાથી સંક્રમણ દર પર કોઈ મોટો પ્રભાવ નહીં પડે.
જર્નલ નેચર મેડિસિનમાં હાલમાં જ એક અભ્યાસ પ્રકાશિત થયો. વયસ્કોની સરખામણીમાં આ વાયરસ બાળકોમાં બહુ ઝડપથી ફેલાય છે પરંતુ તેમનામાં પ્રભાવી ઓછો હોય છે અને ગંભીરતા ઓછી હોય છે. આ સ્થિતિના આધારે આ અભ્યાસે શાળાએ જનારા બાળકો વચ્ચે ફ્લૂ વિરુદ્ધ કોવિડ 19ના પ્રસારની સરખામણી કરી.
જુઓ LIVE TV
લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં ચેપી રોગ માડેલર રોસલિંગ એગોએ રોયટરને જણાવ્યું કે 'COVID-19 ના સંદર્ભમાં, શાળાઓ બંધ હોવાથી ઓછો પ્રભાવ જોવા મળશે.' તેમણે ચેતવણી પણ આપી કે અલગ અલગ પરિણામો જાણવા માટે આ તારણોને ફરીથી તૈયાર કરવા જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે