ભૂંકપના બે ઝટકાથી ધ્રુજ્યું જાપાન, કોઈ જાનહાની નહીં, સુનામીની ચેતવણી અપાઈ નથી

જાપાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં છે અને અહીં અવાર-નવાર ધરા ધ્રૂજતી રહે છે, પેસિફિક સમુદ્રના વિસ્તારને 'રીંગ ઓફ ફાયર' કહે છે અને આ વિસ્તારમાં જ્વાળામુખી પણ જમીનની અંદર સક્રિય છે તથા ગમે ત્યારે ફાટી નિકળતા હોય છે 
 

ભૂંકપના બે ઝટકાથી ધ્રુજ્યું જાપાન, કોઈ જાનહાની નહીં, સુનામીની ચેતવણી અપાઈ નથી

ટોકિયોઃ જાપાનના દક્ષિણ સમુદ્ર કિનારે ભૂકંપની બે ઝટકા આવતાં ધરા ધ્રુજી હતી. અમેરિકાના જીઓલોજીકલ સરવેએ નોંધ્યા મુજબ 5.6 અને 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.  5.5ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ રાત્રે જાપાનના સમય મુજબ સવારે 7.43 કલાકે આવ્યો હતો અને જમીનથી નીચે 35 કિમી ઊંડે તેનું કેન્દ્રબિંદુ હતું. ભૂકંપની એપીસેન્ટર મિયાઝાકી-શીથી દક્ષિણપૂર્વમાં 44 કિમી દૂર હતું. 

પ્રથમ ઝટકાના એક કલાક પછી એજ જગ્યાએ 6.3ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો હતો. બીજા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 24 કિમીની ઊંડાઈએ હતું. હાલ કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર નથી. સાથે જ સુનામીની પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે, જાપાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં છે અને અહીં અવાર-નવાર ધરા ધ્રૂજતી રહે છે, પેસિફિક સમુદ્રના વિસ્તારને 'રીંગ ઓફ ફાયર' કહે છે અને આ વિસ્તારમાં જ્વાળામુખી પણ જમીનની અંદર સક્રિય છે તથા ગમે ત્યારે ફાટી નિકળતા હોય છે.

2011માં જાપાનમાં આવેલા 9.0ની તીવ્રતાના ભૂકંપે વિનાશક સુનામી સર્જી હતી. આ સુનામીના મોજાએ જાપાનમાં વિનાશ વેર્યો હતો. લગભગ 15 હજારથી વધુ લોકોનાં મોત થયા હતા અને અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. જાપાનના ઈતિહાસમાં આ અત્યાર સુધી નોંધાયેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news