US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી મળી રજા, હવે ઘરે થશે સારવાર 

કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. 

US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી મળી રજા, હવે ઘરે થશે સારવાર 

વોશિંગ્ટન: કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. 

ઝડપથી થઈ રહ્યો છે સુધાર
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ હજુ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. આથી તેમની આગળની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે. ટ્રમ્પને સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ સાડા 6 વાગ્યાની આસપાસ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઈટ હાઉસ શિફ્ટ કરાયા. ડૉક્ટરોએ જણાવ્યું કે રાષ્ટ્રપતિનું ઓક્સિજન લેવલ સામાન્ય છે અને તેમને રેમડેસિવીરનો પાંચમો ડોઝ હવે વ્હાઈટ હાઉસમાં જ આપવામાં આવશે. 

— Donald J. Trump (@realDonaldTrump) October 5, 2020

કોરોનાથી ડરવાની જરૂર નથી
હોસ્પિટલમાંથી રજા મળતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'હું આજે સાંજે 6.30 વાગે ગ્રેટ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી નીકળીશ. હું સારું મહેસૂસ કરી રહ્યો છું. તમારે લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. તેને તમારા જીવન પર હાવી ન થવા દો. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અમે કેટલીક સારી દવાઓ અને જાણકારીઓ વિક્સિત કરી છે. હું 20 વર્ષ પહેલા જેવું મહેસૂસ કરતો હતો તેનાથી પણ સારું મહેસૂસ કરી રહ્યો છું.'

— AFP news agency (@AFP) October 5, 2020

બીજી ડિબેટ પહેલા સંપૂર્ણ સાજા થવાની આશા
ચૂંટણી ટાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પના પ્રચાર અભિયાન પર સવાલ ઊભો થઈ ગયો હતો. જો કે ટ્રમ્પે ત્યારે પણ કહ્યું હતું કે તેઓ જલદી સાજા થઈને અભિયાનની કમાન સંભાળશે. અત્રે જણાવવાનું કે ટ્રમ્પ અને તેમના હરિફ જો બિડેન વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ ગઈ છે. બીજી ડિબેટ 15 ઓક્ટોબરે મિયામીમાં છે. ટ્રમ્પ અને તેમના સમર્થકોને આશા છે કે તેઓ આ ડિબેટ પહેલા સાજા થઈ જશે. 

થઈ હતી ખુબ ટીકા
સારવાર દરમિયાન ટ્રમ્પ રવિવારે હોસ્પિટલમાંથી બહાર ઘૂમવા માટે નીકળ્યા હતાં. જેથી કરીને તેમની ખુબ ટીકાઓ થઈ હતી. ડૉક્ટરોની સાથે જ અમેરિકી ઈન્ટેલિજન્સ ઓફિસર્સે રાષ્ટ્રપતિના આ પગલાંની ટીકા કરી હતી. વિશેષજ્ઞોનું કહેવું હતું કે આમ કરીને ટ્રમ્પે બીજા લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ પી, ફિલિપ્સ (James P. Phillips)એ આ અંગે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. 

— Donald J. Trump (@realDonaldTrump) October 5, 2020

બેજવાબદારભર્યું વર્તન
ફિલિપ્સે લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની એસયુવી માત્ર બુલેટપ્રુફ જ નહીં પરંતુ કેમિકલ હુમલા માટે પણ એકદમ સીલ છે. આ કારની અંદર કોરોનાના સંક્રમણનું જોખમ વધારે છે. તેમનું આ બેજવાબદારીભર્યું વર્તન ચોંકાવનારું છે. તેમણે કારની અંદર રહેલા દરેક વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો. 

વિપક્ષે પણ ઉઠાવ્યા સવાલ
વિપક્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પની આ જોય રાઈડ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે સારવાર વચ્ચે આ રીતે બહાર ફરવું એ દર્શાવે છે કે રાષ્ટ્રપતિ કોરોનાને લઈને જરાય ગંભીર નથી. ટ્રમ્પ હોસ્પિટલ બહાર ભેગા થયેલા પોતાના સમર્થકોને એ બતાવવા ગયા હતાં કે તેઓ બિલકુલ ઠીક છે અને જલદી તેમને હોસ્પિટલમાંથી રજા મળી જશે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે મેં કોવિડ-19 અંગે ઘણું બધું શીખ્યું છે. હું વાસ્તવમાં આ શાળામાં જઈને શીખ્યો છું. આ વાસ્તવિક શાળા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news