ફેસબુક અને Jio વચ્ચે થયો 43,574 કરોડનો કરાર, જાણો શું થશે ફાયદો
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ અને વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે બુધવારે એક સારા સમાચાર આવ્યાં છે. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુક મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં રોકાણ કરવા જઈ રહી છે. દિગ્ગજ અમેરિકન કંપની ફેસબુકે મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સમૂહની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડની 9.99 ટકા ભાગીદારી ખરીદવા માટે કરાર કર્યો છે. કંપનીઓએ બુધવારે આ જાહેરાત કરી.
નિવેદન મુજબ આ ડીલ 43,574 કરોડ રૂપિયા (5.7 અબજ ડોલર)ની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના દૂરસંચાર નેટવર્ક જિયોની સો ટકા ભાગીદારી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ પાસે છે.
નિવેદનમાં કહેવાયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જિયો પ્લેટફોર્મ્સ લિ: જિયો પ્લેટફોર્મ્સ : અને ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુક દ્વારા 43574 કરોડ રૂપિયાના રોકાણનો પાક્કો કરાર કર્યો છે. આ કરારમાં જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્ય 4.62 લાખ કરોડ રૂપિયા :65.95 અબજ ડોલર: આંકવામાં આવ્યું છે. આ રીતે જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકની ભાગીદારી 9.99 ટકા રહેશે.
જુઓ LIVE TV
આ કરાર બાદ જિયો પ્લેટફોર્મમાં નાના ભાગીદારોની શ્રેણીમાં ફેસબુકની ભાગીદારી સૌથી વધુ રહેશે.
આ બાજુ ફેસબુકે કહ્યું કે આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિયોએ ભારતમાં જે બદલાવ લાવ્યો છે તેનાથી અમે પણ ઉત્સાહિત છીએ. 4 વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયન્સ જિયો 38 કરોડથી વધુ ગ્રાહકોને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવ્યું છે. આથી અમે જિયો દ્વારા ભારતમાં પહેલેથી વધુ લોકોને જોડવા માટે પ્રતબિદ્ધ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે