કોરોનાકાળ: ગઈ કાલે શેરબજારમાં હાહાકાર, આજે સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે ખુલ્યા

કોરોના વાયરસ પર સોમવારે શેરમાર્કેટમાં હાહાકાર મચ્યા બાદ આજે બજારમાં સ્થિતિ કાબુમાં જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ વધારાની સાથે લીલા નિશાન સાથે ટ્રેન્ડ કરી રહ્યાં છે.

કોરોનાકાળ: ગઈ કાલે શેરબજારમાં હાહાકાર, આજે સેન્સેક્સ-નિફ્ટી વધારા સાથે ખુલ્યા

નવી દિલ્હી: કોરોના વાયરસ પર સોમવારે શેરમાર્કેટમાં હાહાકાર મચ્યા બાદ આજે બજારમાં સ્થિતિ કાબુમાં જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ વધારાની સાથે લીલા નિશાન સાથે ટ્રેન્ડ કરી રહ્યાં છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારિત સૂચકઆંક સેન્સેક્સ લગભગ 683 અંકોના વધારા સાથે 26,664ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 શેરો આધારિત સંવેદી સૂચકઆંક પણ 212 અંકોના વધારા સાથે 8173 પર કારોબાર કરી રહ્યો છે. સોમવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતાં. 

ગ્લોબલ માર્કેટમાં મચેલા કોહરામ, ડાઉજોન્સમાં ફરી લોઅર સર્કિટ, યુરોપિયન બજારોની કથળેલી સ્થિતિ બજારને નીચે ધકેલી રહ્યાં છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે નિરાશાજનક વિદેશી સંકેતોથી ઘરેલુ શેરબજારમાં ગુરુવારે પણ વેચાવલીનું દબાણ હતું. 

કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉનની સ્થિતિમાં સોમવારે શેરબજારમાં હાહાકાર મચ્યો હતો. સોમવારે સેન્સેક્સ 3934 અંકના ઘટાડા સાથે બંધ થયો હતોજ્યારે નિફ્ટી પણ 1198ના ઘટાડા સાથે 7960 પર બંધ થયો હતો. 

આ VIDEO ખાસ જુઓ...

રૂપિયો ગગડ્યો
ડોલરની સરખામણીમાં રૂપિયો સોમવારે એટલે કે 23 મી માર્ચે 2020ના રોજ નબળો ખુલ્યો હતો. આજે ડોલરની સરખામણીએ રૂપિયો 50 પૈસા નબળો 75.68 પર ખુલ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news