TDS, TCS માં મૂકાયો કાપ, જાણો તેનો ફાયદો તમને કેવી રીતે મળશે?

TCS એટલે કે ટેક્સ કલેક્શન એટ સોર્સ અને TDS એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ...આ એવા ટેક્સ છે જે Non-salaried કરદાતાએ ભરવો પડે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત મુજબ 14મી મે 2020થી 31 માર્ચ 2021 વચ્ચે નોન સેલરીડ  કરદાતાઓ માટે 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. તેનાથી તમારા ખિસ્સામાં વધુ રૂપિયા બચશે.
TDS, TCS માં મૂકાયો કાપ, જાણો તેનો ફાયદો તમને કેવી રીતે મળશે?

નવી દિલ્હી: TCS એટલે કે ટેક્સ કલેક્શન એટ સોર્સ અને TDS એટલે કે ટેક્સ ડિડક્શન એટ સોર્સ...આ એવા ટેક્સ છે જે Non-salaried કરદાતાએ ભરવો પડે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત મુજબ 14મી મે 2020થી 31 માર્ચ 2021 વચ્ચે નોન સેલરીડ  કરદાતાઓ માટે 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. તેનાથી તમારા ખિસ્સામાં વધુ રૂપિયા બચશે.

જો સમજવું હોય તો આ રીતે સમજી શકાય. માની લો કે કોઈ ફર્મ એક પ્રોફેશનલની સેવાઓ લે છે અને બદલામાં તેને ફી ચૂકવે છે. આ પ્રોફેશનલને ફી તરીકે એક કરોડ રૂપિયા મળવાના છે. હાલના ટેક્સ દર 10 ટકા પ્રમાણે તે પ્રોફેશનલને આપવામાં આવનારી ફીમાંથી 10 લાખ રૂપિયા ટીડીએસ તરીકે કપાશે અને તે પ્રોફેશનલના હાથમાં ફક્ત 90 લાખ રૂપિયા આવશે. 

પરંતુ નાણામંત્રીની જાહેરાત બાદ હવે તેના પર 10 ટકા ટેક્સ નહીં લાગે પરંતુ 7.5 ટકા ટેક્સ લાગશે. આ રીતે ટીડીએસ કપાયા બાદ તે પ્રોફેશનલના હાથમાં 92.5 લાખ રૂપિયા આવશે એટલે કે 2.5 લાખ રૂપિયાની બચત થશે. 

એ જ રીતે કોઈને બેંકના વ્યાજના 10 લાખ રૂપિયા મળ્યાં. વ્યાજ પર 10 ટકા ટેક્સ છે. તે હિસાબે તે મળેલી રકમ પર 1 લાખ રૂપિયા ટીડીએસ કપાશે અને તેના હાથમાં 9 લાખ રૂપિયા આવશે. પરંતુ નાણામંત્રીની જાહેરાત બાદ મળેલી રકમ પર હવે 7.5 ટકા ટેક્સ લાગશે અને 75000 રૂપિયા ટેક્સ જ કપાશે. આમ તે વ્યક્તિને 9,25,000 રૂપિયા મળશે. એટલે કે 25 હજાર રૂપિયા તેના હાથમાં વધુ રહેશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે નવી રાહત જાહેરાતનો ફાયદો તમને ત્યારે જ મળશે જ્યારે તમે PAN કે આધારની ડિટેલ યોગ્ય આપી હશે. જો તમે આધાર કે PANની માહિતી યોગ્ય નહીં આપી હોય તો તમને કોઈ ફાયદો થશે નહીં. ઉલ્ટુ જાહેરાત અગાઉવાળો ટેક્સ જ ભરવાનો વારો આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news