Lockdown: કોરોના સામે લડતી મહિલા પોલીસકર્મીઓ માટે ફિલ્મ સ્ટાર્સની વેનિટી વાન રહેશે ખડેપગે
પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મુંબઇના 22 પ્રમુખ સ્થાનો પર પોલીસફોર્સ માટે ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ માટે સંપૂર્ણ રીતે સુસજ્જિત ટેન્ટ અને બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સની વેનિટી વાન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલને 'મિશન સુરક્ષા' નામ આપવામાં આવ્યું છે.
Trending Photos
મુંબઇ: પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મુંબઇના 22 પ્રમુખ સ્થાનો પર પોલીસફોર્સ માટે ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ માટે સંપૂર્ણ રીતે સુસજ્જિત ટેન્ટ અને બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સની વેનિટી વાન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલને 'મિશન સુરક્ષા' નામ આપવામાં આવ્યું છે.
ગિલ્ડ દ્વારા બહાર પડ્યું નિવેદન
ગિલ્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે અમને અમારી સુરક્ષા રાખનારાઓ માટે 'મિશન સુરક્ષા' લોન્ચ કરવામાં આનંદ થઈ રહ્યો છે. ખાસ કરીને તે મહિલાઓ જે બંદોબસ્ત ડ્યૂટી પર છે. બોલિવૂડ સિતારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અને સંપૂર્ણ રીતે સુસજ્જિત વેનિટી વાન અને ટેન્ટ શહેરના 22 પ્રમુખ જગ્યાઓ પર બ્રેક ટાઈમ દરમિયાન આરામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આ પગલું મુંબઇમાં ચાલતા લૉકડાઉન દરમિયાન બોલિવૂડ સિતારાઓ દ્વારા સોશિયલ મીડિયા પર મુંબઇ પોલીસના વખાણ કર્યા બાદ લેવાયું છે.
જુઓ LIVE TV
ગરીબોને પણ મળ્યો છે ગિલ્ડનો સહારો
રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત થતા પહેલા જ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયયાએ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ડેઈલી વેજીસ કારીગરો માટે એક રિલિફ ફંડ બનાવ્યું હતું જેથી કરીને કામદારો અને તેમના પરિવારોને કોરોના વાયરસ મહામારી દરમિયાન સહારો મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે