અમદાવાદ શહેરમાં નવા 337 કેસ, માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા 250ને પાર

અમદાવાદ શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસ બાદ માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી ગઈ છે. શહેરમાં આસરે ઘણા સમય બાદ કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા 250ને પાર પહોંચી છે. 

Updated By: Nov 26, 2020, 10:48 PM IST
અમદાવાદ શહેરમાં નવા 337 કેસ, માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા 250ને પાર

અમદાવાદઃ ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં આજે નવા 361 કેસ નોંધાયા જેમાં શહેરમાં 337 કેસ સામે આવ્યા છે. તો શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી મૃત્યુઆંક વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. અમદાવાદમાં આજે નવા 12 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2016 પર પહોંચી ગયો છે. કેસ વધવાની સાથે અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યામાં મોટો વધારો થયો છે. હવે શહેરમાં માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા 250ની ઉપર પહોંચી ગઈ છે. 30 વિસ્કાર માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં મુકાયા છે. 

શહેરમાં 256 માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોન
અમદાવાદ જિલ્લામાં 48710 કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગના કેસ શહેરમાં નોંધાય છે. છેલ્લા ઘણા દિવસથી શહેરમાં દરરોજ 300 કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે શહેરમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 256 થઈ ગઈ છે. અમદાવાદના ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા વિસ્તારમાં માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા ખુબ વધી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube