ભરઉનાળે લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા; AMC દ્વારા લેવાયો સૌથી ખાસ નિર્ણય

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેમજ લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે. 

ભરઉનાળે લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા; AMC દ્વારા લેવાયો સૌથી ખાસ નિર્ણય

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ એપ્રિલ મહિનાની શરૂઆત થતાની સાથે જ સમગ્ર રાજ્યમાં અને સાથે જ અમદાવાદમાં જે પ્રકારે ગરમીનું જોર વધ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેમજ લોકો બીમાર ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું નિર્ણય કરવામાં આવ્યો છે. 

મહત્વના ચાર રસ્તા કે જ્યાં લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે. લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. તેથી વાહન ચાલકોને ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સામનો કરવો ના પડે. 

લાંબા સમય સુધી સિગ્નલ બંધ હોય છે તેવા ચાર રસ્તા પર ગ્રીન નેટ બાંધવામાં આવશે. શહેરના તમામ વોર્ડમાં અંદાજે 25 જેટલી પાણીની પરબ ઉભી કરવામાં આવશે. જેમાં પીવા લાયક ઠંડુ પાણી નાગરિકોને મળી રહેશે. સાથે પાણીજન્ય રોગચાળો ઉનાળામાં મોટા પ્રમાણમાં ફેલાતો હોય છે જે ન ફેલાય તેના માટેનું પણ ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. 

રોગચાળો અટકાવવા માટે જો કોઈ વિસ્તારમાં પાણીજન્ય રોગોની ફરિયાદ આવે તો ત્યાંથી તાત્કાલિક સેમ્પલ લેવા તેમજ ખાણીપીણીની જગ્યાઓ પરથી પણ સમયાંતરે સેમ્પલ લેવાની સૂચના આપવામાં આવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news