ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.
ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત ચાવડા

અમદાવાદ :ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.

લાલ પેનથી સહી કરવાના સપના રગદોળાયા, રાધનપુરની જનતાએ અલ્પેશ ઠાકોરને જાકારો આપ્યો 

જીત બાદ મીડિયા સંબોધનમાં કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, ગુજરાતની પેટાચૂંટણીમાં 6 બેઠકમાંથી 3 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. અમે જનતાનો આભાર માનીએ છીએ. કોંગ્રેસના કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર... આ પરાજય સત્તાનો, પૈસાનો દુરુપયોગ કરનારાઓનો છે. જનતાએ જવાબ આપ્યો છે. પૈસાની લાલચ આપનારને ગુજરાતની જનતાએ સારો સંદેશ આપ્યો છે. જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે. લોકશાહી બચાવવા, બંધારણની રક્ષા માટે મતદારોએ જે મતદાન કર્યું અને કોંગ્રેસને સમર્થન આપ્યું તે માટે જનતાનો આભાર. ગાંધીના ગુજરાતમાં પક્ષપલટુ અને સત્તા લાલચુઓને સ્થાન ન હોઈ શકે. ભાજપની પક્ષપલટાની સત્તા અને પૈસાની લાલચ આપવાની નીતિની જે શરૂઆત કરી હતી, તેને ગુજરાતની જનતાએ રુકજાઓ કહ્યું છે. આ વિજય ગુજરાતમા મૂલ્ય આધારિત રાજનીતિનો વિરોધ છે. 

તેમણે કહ્યું કે, જે વ્યક્તિઓમાં અહંકાર હતો કે અમે જીત્યા છે તેઓનો અહંકાર અમારા ઉમેદવારોએ ઉતરી દીધો છે. મંદી-મોંઘવારીના માર સામે કેન્દ્ર સરકારને લાલ બત્તી સમાન નિશાન છે. બંન્ને ચૂંટણીના પરિણામ દિશા સૂચક છે. ગુજરાત નહિ પણ દેશમાં આ પરિણામ મહત્વના બની રહેશે. ગુજરાતમાં કોંગ્રેસે હંમેશા દરેક જાતિના લોકોને સાથે રાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને એવો ભ્રમ હતો કે અમે અન્યાય કર્યો છે, જે ભ્રમને આજે ચૂંટણીના મતદારોએ જવાબ આપ્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news