Sushant Caseની CBI તપાસ પર સુપ્રીમની મહોર, અક્ષયકુમાર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓના આવ્યા રિએક્શન

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સિતારાઓએ પોતાના રિએક્શન આપ્યા છે. જુઓ તેમણે શું કહ્યું....

Sushant Caseની CBI તપાસ પર સુપ્રીમની મહોર, અક્ષયકુમાર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓના આવ્યા રિએક્શન

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સિતારાઓએ પોતાના રિએક્શન આપ્યા છે. જુઓ તેમણે શું કહ્યું....

— Akshay Kumar (@akshaykumar) August 19, 2020

ચુકાદા બાદ બોલિવૂડના એક્શન હીરો અક્ષયકુમારે કહ્યું કે સુપ્રીમે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તપાસ માટે સીબીઆઈને સોંપ્યો. આશા છે કે હવે સત્ય બહાર આવશે. 

— Anupam Kher (@AnupamPKher) August 19, 2020

સુપ્રીમ કોર્ટના સીબીઆઈ તપાસના આદેશ બાદ અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે જય હો...જય હો...જય હો....

— Kriti Sanon (@kritisanon) August 19, 2020

ક્રિતી સેનને ટ્વિટ કરીને કહ્યું કે છેલ્લા બે મહિના ખુબ જ બેચેની ભર્યા રહ્યાં છે કારણ કે કશું સ્પષ્ટ નહતું. સીબીઆઈ તપાસ માટેનો સુપ્રીમ કોર્ટનો આદેશ આશાનું એક કિરણ છે જે દર્શાવે છે કે આખરે સત્ય ચમકશે. આપણે બધા આશા રાખીએ અને હવે ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકો તથા સીબીઆઈને તેમનું કામ કરવા દો.

— Ankita lokhande (@anky1912) August 19, 2020

અંકિતા લોખંડેએ ટ્વિટ કરીને કહ્યું કે ન્યાય એ જ છે જે સત્ય બતાવે, સત્યની જીત થઈ છે. 

— Kangana Ranaut (@KanganaTeam) August 19, 2020

સુપ્રીમ કોર્ટે આગળ એમ પણ કહ્યું કે બિહાર પોલીસને એફઆઈઆર નોંધવાનો અધિકાર હતો. પટણામાં નોંધાયેલી એફઆઈઆર યોગ્ય હતી. બિહાર પોલીસને પણ કેસની તપાસ કરવાનો અધિકાર હતો. સુશાંતના પિતાના વકીલ વિકાસ  સિંહે કહ્યું કે આ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર માટે મોટી જીત છે. હવે ન્યાય મળવાની આશા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news