આરોગ્ય સચિવ રાજકોટની મુલાકાતે, સિસ્ટમ ઈમ્પ્રુવ કરવા માટે સૂચના આપી

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ આજે રાજકોટની મુલાકાતે છે. તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ની સારવારમાં સંલગ્ન ડોક્ટર્સ, નર્સ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3 પુરુષ અને 4 સ્ત્રી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઇકાલ સાંજ 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પોઝિટિવ આંક 424 પર પહોંચ્યો છે. જે પૈકી 194 દર્દી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટમાં ક્લસ્ટર વિસ્તારને કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

Updated By: Jul 14, 2020, 02:22 PM IST
આરોગ્ય સચિવ રાજકોટની મુલાકાતે, સિસ્ટમ ઈમ્પ્રુવ કરવા માટે સૂચના આપી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ આજે રાજકોટની મુલાકાતે છે. તેઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-19ની સારવારમાં સંલગ્ન ડોક્ટર્સ, નર્સ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 3 પુરુષ અને 4 સ્ત્રી ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગઇકાલ સાંજ 5 વાગ્યાથી આજે 12 વાગ્યા સુધી 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં પોઝિટિવ આંક 424 પર પહોંચ્યો છે. જે પૈકી 194 દર્દી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટમાં ક્લસ્ટર વિસ્તારને કેન્દ્રમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

હાર્દિક પટેલનું મોટું નિવેદન, 2022માં ર/૩ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે

આરોગ્ય સચિવે રાજકોટની મુલાકાતમાં કહ્યું કે, કોરોનાની ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે, જેમાં વ્યવસ્થાની જરૂર છે. સિસ્ટમ ઈમ્પ્રુવ માટે સૂચના આપવામાં આવી  છે. રાજકોટમાં સારી કામગીરી થઇ રહી છે. આરોગ્ય સચિવ આપેલ સૂચન કેવી રીતે ઝડપથી અમલમાં લેવા તે માટે ટીમ વર્ક કરી અધિકારીઓ કામ કરે છે. ડો. અતુલ પટેલ અને ડૉ. તુષાર પટેલ નું સારું યોગદાન રહ્યું છે. ઉચિત અને પર્યાપ્ત ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરવા કહેવામાં આવ્યું છે. 

વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત, પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ 

ડો. અતુલ પટેલે જણાવ્યું કે, કોરોના અન્ય રોગથી અલગ છે. 80% દર્દી આપ મેળે સાજા થઇ જશે. 20 % દર્દીઓને અન્ય બીમારી કારણે નુકશાન થાય છે. 20 % દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવી પડે છે. 20 માંથી માત્ર 5% દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવે છે. દર્દીની રોગપ્રતિકારક શક્તિ ચકાસવી પડે છે. જેમાં બાદમાં સ્વિત્ઝરલેન્ડની દવા ઉપયોગ કરવામાં આવે છે. રાજકોટમાં પણ આ દવા ઉપયોગ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર