ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર

આશ્કા જાની/અમદાવાદ :કોરોનાને કારણે તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે નવા વર્ષે સૌથી પહેલા તહેવાર ઉત્તરાયણનો આવે છે. ત્યારે ઉત્તરાયણના તહેવાર અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્યમાં આ વર્ષે પતંગોત્સવ (kite festival) નું આયોજન નહિ થાય. ગુજરાતભરમાં યોજાતા આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, હાઇકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

Image may contain: text that says 'ZEERY કલાક BREAKING NEWS ઉત્તરાયણ અંગે મોટા સમાચાર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ HCની ટકોર બાદ લેવાયો નિર્ણય 78279 93402 પર Hi લખો અને મેળવો દરેક ખબર 26/12/2020 zee24kalak.in Zee24Kalak GTPL TATA SKY DISH TV VIDEOCON 261 1731 1291 878 Zee24Kalak AIRTEL DL GTPL HATHWAY DEWSHREE LUCKY 587 221 532 332 206 Zee24Kalak NXT DIGITAL 206 Zee24Kalak SITI SAI STAR 573 IN CABLE DEN 573 570'

ત્યારે હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાતો ભવ્ય પતંગોત્સવ આ વર્ષે નહિ યોજાય. તો બીજી તરફ, ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે રાજ્ય સરકાર સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે, ઉત્તરાયણની ઉજવણી લોકોની અગાશી પર જ થતી હોય છે. આવામાં સરકાર શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news