’મે ભી ચૌકીદાર’ અને PM મોદીના ફોટાની મોબાઇલ એસેસરીઝની બજારમાં ધૂમ

લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. ભારતીય જનતા પાર્ટીની અને વડાપ્રધાન મોદીના મોબાઈલ કવર અને એસેસરીઝનું બજારમાં બોલ બાલા વધી છે. ભાજપના અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લગતા મોબાઈલ કવર અને અન્ય એસેસરીઝની ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં પણ મોબાઈલ પોપ અપનું લોકોમાં વધારે ઉપયોગ જોવા મળી રહ્યો છે.

 ’મે ભી ચૌકીદાર’ અને PM મોદીના ફોટાની મોબાઇલ એસેસરીઝની બજારમાં ધૂમ

જાવેદ સૈયદ/અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. ભારતીય જનતા પાર્ટીની અને વડાપ્રધાન મોદીના મોબાઈલ કવર અને એસેસરીઝનું બજારમાં બોલ બાલા વધી છે. ભાજપના અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લગતા મોબાઈલ કવર અને અન્ય એસેસરીઝની ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં પણ મોબાઈલ પોપ અપનું લોકોમાં વધારે ઉપયોગ જોવા મળી રહ્યો છે.

શહેરના કોટ વિસ્તારમાં આવેલા અને અમદાવાદ શહેરના સોથી મોટા મોબાઈલ બજાર માનવામાં આવતા રીલીફ રોડ પાસે આવેલા મૂર્તિમોલ કોમ્પ્લેક્ષની દુકાનોમાં પણ ભાજપ અને નરેન્દ્ર મોદીના પોપ અપ લેવામાં લોકો પડાપડી કરી રહ્યા છે. આ સિવાય મે ભી ચોકીદારના મોબાઈલ કવર પણ હાલ બજારમાં આવી ગયા છે.

મોબાઈલ પોપ અપની વાત કરીએ તો આ પોપ અપ ખાસ કરીને યુવાનોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને યુવાનો નરેન્દ્ર મોદીના પોપ અપની બોલ બાલા છે. દુકાનદારો પણ આ પોપના વેચાણને લઈને ખુશ જણાઈ આવ્યા છે. અને આ મોબાઈલ એસેસરીઝમાં હાલ ધૂમ વેચાળ  થઇ રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news