હવે મધ્ય-ઉત્તર ગુજરાતનો વારો! એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં ધડબડાટી
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સિયરઝોન, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતના કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે
Trending Photos
Gujarat Monsoon 2024: ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સિયરઝોન, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતના કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. તેની પર એક નજર કરીએ તો કાલે 18 જુલાઈએ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં રેડ એલર્ટ, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમેરલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 19 જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને નવસાહી સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની આગાહીની પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગે સૂચના આપી છે.
જૂનાગઢમાં વરસાદે તારાજી સર્જી
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદે બાંટવામાં તારાજી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. ઘરમાં પાણી ભરાઈ રહેતા જ્યાં જુઓ ત્યાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસામાન પલળી ગયો છે. જેથી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું. ભારે વરસાદથી જૂનાગઢનો ઘેડ પંથક પાણી પાણી થયો છે. આખુ મૂળિયાશા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થતાં દફનવિધિ માટે પાણીની વચ્ચેથી મુસ્લિમ લોકોએ જનાઝો કાઢ્યો..ગામની બજારોમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી હોવાથી ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સુરતનો ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ છલકાયો
સુરતના મહુવાના ઉમરા ખાતે આવેલા મધર ઈન્ડિયા ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. સિઝનમાં પહેલી વખત મધર ઈન્ડિયા ડેમ છલકાયો છે. મધર ઈન્ડિયા ડેમ છલકાતાઆહ્લાદક દ્રશ્યો સામે આવ્યા છે. બોલિવુડની પ્રખ્યાત ફિલ્મ મધર ઈન્ડિયાનું શૂટિંગ આ જ ડેમ ખાતે કરાયું હતું. ત્યારબાદથી આ ડેમ મધર ઈન્ડિયા ડેમ તરીકે ઓળખાયો છે. ચોમાસામાં મધર ઈન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારે વરસાદથી ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં તો ખુશી છે સાથે સાથે અહીંયા દૂરદૂરથી સહેલાણીઓ પણ આવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણી-પાણી
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસતા પાલનપુર-અંબાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. અહીંયા ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. નજીવા વરસાદમાં જ અહીંયા પાણી ભરાઈ જાય છે પરંતુ તંત્ર પાણીના નિકાલનો કોઈ કાયમી ઉકેલ લાવતું નથી. જેથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. અહીંયાથી પસાર થવામાં ડર પણ લાગે છે. વાહનોમાં પાણી ઘૂસી જતાં વાહનો બંધ થઈ જાય છે. પાણી ભરાઈ જતાં હાઈ-વે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. પરંતુ તંત્રને સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈ જ રસ નથી.
બનાસકાંઠાના પાલનપુર પંથકનો મુખ્ય માર્ગ પણ પાણીથી તરબોળ થઈ ગયો. પાલનપુરથી મલાણા ગામને જોડતા 25 ગામો તરફ જતાં માર્ગ પર પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો...જેથી લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો. રોડ પર ભરેલા પાણીમાંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબુર બન્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી વાહનચાલકોને 10થી 15 કિલોમીટર ફરીને જવું પડે છે. વારંવાર આ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેમ છતાં તંત્ર આળખ ખંખેરતું નથી. અહીંના સ્થાનિકોની માંગ છે કે રોડને ઉંચો લેવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે